Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહનો જન્મદિવસ

રાજકોટઃ સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહનો જન્મદિવસ છે. ગિરીશભાઈને ત્રણ જૈન સાધુઓએ જુદા જુદા પ્રસંગે ગૌરક્ષા અને પશુ  કલ્યાણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની સલાહ આપી. તેમને અને સમસ્ત મહાજનને જીવદયા રત્ન, પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ઈન્દિરા પ્રિયદર્શીની વૃક્ષમિત્ર એવોર્ડ સહિત પુરસ્કારો એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારના પ્રાણી કલ્યાણ બોર્ડના માનદ્દ સભ્ય ગિરીશભાઈ શાહનો (મો.૯૮૨૦૦ ૨૦૯૭૬) જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.

(1:02 pm IST)