Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સૌરાષ્ટ્ર સી.સી. ટી.વી. સર્વેલન્સ એશો.નાં ઉપ પ્રમુખ જતિન સંઘાણીનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ર૦: ભારતીય જનતા પાર્ટી રાજકોટ મિડીયા સેલના પૂર્વ ઇન્ચાર્જ અને પોતાની આગવી શૈલીનો લખાણ માટે સોશિયલ મિડિયામાં લોક ચાહના મેળવનાર શ્રી જતિન સંઘાણીનો આજે જન્મ દિવસ છે. સી.સી. ટીવી અને સર્વેલન્સ સિસ્ટમ્સના વ્યવસાય સાથે સંકળાયેલા જતિનભાઇ 'સૈફ સોલ્યુસન્સ'ના નામથી વ્યવસાય કરે છે. 'સૌરાષ્ટ્ર સીસી ટીવી એન્ડ સર્વેલન્સ એસોસીએશન'ના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. વિદ્યાર્થી કાળ દરમ્યાન અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં રાજકોટના આંદોલન પ્રમુખ અને કારોબારી સદસ્ય તરીકેની જવાબદારી પણ વહન કરી રહ્યા છે. આજે એમના જન્મદિવસે તેમના પિતા અને રાજકોટ મહાનગરપાલિકાના નિવૃત ઓડીટર શ્રી પ્રફુલભાઇ સંઘાણી, માતા કલ્પનાબેન, મિત્રો શ્રી નીરજ પાઠક, શ્રી તેજસ ભટ્ટી, જાણીતા સરકારી વકીલ શ્રી રક્ષીત કલોલા, દિનેશ વારોતરીયા, મિત્રો ઇશીત રાડીયા, ભાર્ગવ ઠાકર અને સોશિયલ મિડીયાના મિત્રો શ્રી ધર્મેશ વ્યાસ અને ભાવિન છાયા વગેરે સહિતનાં સ્નેહીજનો મો. ૯રર૭૪ ૦૦૮૮૭ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:13 pm IST)