Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

જસાભાઇ બારડનોઆજે જન્મ દિવસ

પ્રભાસપાટણ પૂર્વ કેબીનેટ મંત્રી અને સોમનાથ, તાલાલા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જસાભાઇ બારડનો તા.૧૯ સપ્ટે. રવિવારે જન્મ દિવસ છે.તા.૧૯ સપ્ટે.૧૯પરના રોજ ગીર-સોમનાથ સુત્રાપાડા મુકામે જન્મેલા તેઓ સરપંચથી માંડી રાજયના કેબીનેટ મંત્રીપદ સુધી રહી ચુકયા છે. સારો મળતાવડો સ્વભાવ અને ધીરજપૂર્વક લોકોની વાત સાંભળવાના તેઓના ગુણને કારણે આજે પણ તેઓ અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ છે ઉપરાંત સહકારી બેંકના ડીરેકટર અને જમીન વિકાસ બેન્ક ત્રણ જીલ્લા પોરબંદર-ગીર-સોમનાથ અને જુનાગઢના પ્રમુખ તરીકે કાર્યરત, ખેતી બેંક રાજય ડાયરેકટર રાજય કૃષી બેન્ક ડાયરેકટર સહિત અનેકવિધ સેવા સંસ્થાઓમાં  સેવાઓ આપી રહ્યા છે. તેમનો મો. નં. ૯૮ર૪૦ ૪૧૭પ૮ છે. 

(12:59 pm IST)