Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

સાવરકુંડલાના ‘અકિલા'ના પત્રકાર દિપક પાંધીનો જન્‍મદિન

 

સાવરકુંડલા, તા., ૬: પત્રકારીત્‍વ ક્ષેત્રે સેવા આપતા ઉત્‍સાહી અને ઉંડી સુજ બુજ ધરાવતા પત્રકાર દીપક પાંધીનો આજે જન્‍મદિવસ છે. જીવનયાત્રાના ચોપન વર્ષ પુરા કરી પંચાવનમાં વર્ષમં પ્રવેશી રહયા છે.

કોમર્સ ગ્રેજયુએટ દીપક પાંધી સમાજના તમામ ક્ષેત્રનાં આગેવાનો-કાર્યકર મિત્રો-સંસ્‍થાઓ સાથે વ્‍યાપક સંપર્ક ધરાવે છે. ૧૯૮પની સાલથી પિતાના પગલે સમાજને તટસ્‍થ માહીતી આપવા પત્રકારત્‍વની સેવા સ્‍વીકારી છે. તલસ્‍પર્શી સમાચારો મેળવી ઝડપથી વાંચક સુધી પહોંચાડવા, ખોટુ કરવુ નહી અને ખોટુ કરનારાને સહકાર આપશે નહી, લાયકાત કે યોગ્‍યતા વગર કોઇને ખોટી પ્રસિધ્‍ધી આપવી નહી અને લાયક સેવાકીય સંસ્‍થાઓ-કાર્યકરો-સામાજીક આગેવાનોની સવા પ્રવૃતીને સમાજ સમક્ષ્ રજુ કરવી. આમ જનતાના પ્રશ્નોને અખબારના માધ્‍યમથી વાચા આપવી તેવા વારસામાં મળેલા નિષ્‍ઠા અને પ્રમાણીકતા સાથેના રચનાત્‍મક પત્રકારીત્‍વનો સિધ્‍ધાંત સ્‍વીકારી પત્રકારીત્‍વ ક્ષેત્રે સમાજમાં અદકેરૂ સ્‍થાન હાંસલ કરેલ છે.

રચનાત્‍મક અને પ્રમાણીક પત્રકારીત્‍વ અને પોતાના સોમ્‍ય સ્‍વભાવથી સમાજમાં લોકપ્રિય બનેલા પત્રકાર દીપક પાંધીને જન્‍મદિન નિમિતે મિત્રો-સ્‍નહીજનો-રાજકીય-સામાજીક આગેવાનો સાથ પત્રકાર મિત્રો તરફથી મો.૯૩૭૭૪ ૪૬૯પ૦ ઉપર શુભેચ્‍છાઓ વરસી રહી છે.

(11:54 am IST)