Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ભાજપ-બ્રહ્મસમાજના અગ્રણી જયેશભાઇ દવેનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ શહેર ભાજપના વિશેષ આમંત્રિત સભ્‍ય અને બ્રહ્મસમાજના અગ્રણી તેમજ એસ.ટી. ન્‍યૂઝ પેપર પાર્સલના કો-ઓર્ડીનેટર અને કોન્‍ટ્રકટર જયેશભાઇ  દવેનો  આજે. તા.૭મી મેના રોજ ૫૩માં જન્‍મદવિસ છે. શહેર ભાજપનાં છેલ્લા ૩૦ વર્ષથી તેઓ યોગદાન આપી રહ્યા છે. પારકી છઠ્ઠીના જાગતલ અને અડધી રાતના હોંકારા સમાન જયેશભાઇ દવે સૌમાં જાણીતા અને સૌમાં માનીતા છે. અગાઉ તેઓ ૩ ટર્મ સુધી વોર્ડ નં.૨૬ ના વોર્ડ પ્રમુખ , એક ટર્મ મહામંત્રીતથા રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૨૦૦૫થી ૨૦૧૦ સુધી સભ્‍ય રહી ચૂકયા છે.  એસ.ટીે નિગમ સલાહકાર  સમિતિના સભ્‍ય તરીકે સેવા આપી  છે. હાલમાં, મેહુલનગર યુવા ગ્રુપના પ્રમુખ , રામેશ્વર મહાદેવ  મંદિર , કોઠારીયા  રોડના ટ્રસ્‍ટી શીવમ એડ. અને ડી.કે. એન્‍ટરપ્રાઇઝના માલીક છે. જયેશભાઇના જન્‍મદિવસે બહોળા મિત્ર મંડળ તથા કુટુંબીજનો તરફથી શુભેચ્‍છા વર્ષાથઇ રહી છે. મો. ૯૮૨૫૨ ૦૯૯૫૪

(11:46 am IST)