Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ટીવી-૯ જૂનાગઢ જિલ્લા પ્રતિનિધિ વિજયસિંહ પરમારનો જન્‍મદિન

૪૮ વર્ષમાં પ્રવેશતા શુભેચ્‍છા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪: ટીવી ૯ જુનાગઢ જિલ્લાનાં પ્રતિનિધી વિજયસિંહ પરમારનો આજે જન્‍મ દિવસ છે.

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં આલીદર ગામનાં વતની પિતા મસરીભાઇ પરમાર અને માતા લક્ષ્મીબેન પરમારનાં સુપુત્ર શ્રી વિજયસિંહે આજે ૪૮ વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તા. ૪ મે ૧૯૭પનાં રોજ જન્‍મેલા શ્રી વિજયસિંહ પરમાર છેલ્લા ૯ વર્ષથી ઇલેકટ્રોનિક મિડીયામાં કાર્યરત છે. હાલ ટીવી-૯ નાં જુનાગઢ જિલ્લાનાં પ્રતિનિધિની જવાબદારી સંભાળી રહ્યા છે.

ધર્મપત્‍ની મંજુલાનાં પતિ અને કરણસિંહ તથા નિધિબાનાં પિતા વિજયસિંહ પરમારને મો. ૭૮૭૪૮ ૪૧૯૧૯ ઉપર શુભેચ્‍છાનો વરસાદ થઇ રહ્યો છે.

(1:18 pm IST)