Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કિશનભાઈ જાદવનો જન્‍મદિન

રાજકોટઃ કિશનભાઈ જાદવ ૧૯૬૭થી આર.એસ.એસ અને જનસંઘના કાર્યકર છે. સ્‍વ.ચીમનભાઈ શુકલ, સ્‍વ.અરવિંદભાઈ મણિયાર, વજુભાઈ વાળા, ગોધુમલ આહુજા, રમણીકભાઈ વૈદ, કાંતિભાઈ વૈદ, કમલેશભાઈ જોષીપુરા, ઉમેશભાઈ રાજયુગુરૂ તેમજ ગોવિંદભાઈ પટેલ સાથે કામ કરેલ છે. વોર્ડ ઈન્‍ચાર્જની જવાબદારી ૩૦ વર્ષથી નીભવેલ છે. હાલમાં શહેર ભાજપા કારોબારી સભ્‍ય તેમજ વોર્ડ નં.૧૭ના વડીલ કાર્યકર્તા તથા પૂર્વ રાજકોટ નાગરીક બેન્‍ક કર્મચારી છે. જીવનના ૭૪માં વર્ષમાં પ્રવેશી રહેલ કિશનભાઈને મો.૬૩૫૫૬ ૨૩૫૦૩ ઉપર અભિનંદનવર્ષા વરસી રહી છે.

(4:17 pm IST)