Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

અરૂણ નિર્મળને ગમે કેસરિયો રંગ, સેવાનો સંગ, આજે જન્મદિનનો ઉમંગ

રાજકોટ જિલ્લા ભાજપ મીડિયા ઇન્‍ચાર્જ પર વરસતી શુભેચ્‍છા

રાજકોટઃ જિલ્લા ભાજપના મીડિયા ઇન્‍ચાર્જ અરૂણ નિર્મળનો આજે જન્‍મદિન છે.

બાલ્‍યકાળથી જ રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘમાં  સ્‍વયંસેવક તરીકે જોડાઇને રાષ્ટ્ર સેવાના રંગે રંગાયા અને  હાલમાં રાજકોટ જિલ્લા ભાજપમાં ૭ વર્ષથી પ્રેસ-મીડિયા ઇન્‍ચાર્જ તેમજ સહકાર ભારતીમાં મીડિયા કો-ઓર્ડિનેટર ની જવાબદારી વહન કરી રહ્યા છે. તથા રાજકોટ નાગરિક સહકારી બેંક માં શાખા વિકાસ સમિતિ ના સભ્‍ય તરીકે સેવા આપી રહયા છે.જીવદયા ગ્રૂપ, કરુણા ફાઉન્‍ડેશનમાં  સાથે રહીને જીવદયા ની ઉત્તમ પ્રવૃત્તિ કરી રહયા છે. આજે ૬૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

શ્રી અરૂણ નિર્મળ હાલના વોર્ડ નં. ૩ અને જુના વોર્ડ નંબર ૧૬ યુવા ભાજપના મંત્રી તરીકે રહીને ગાયકવાડી જંક્‍શન વિસ્‍તારમાં યુવા સંગઠનને મજબૂત  કરવામાં ફાળો રહ્યો છે. રાજકોટ શહેર ભાજપમાં ૧૯૯૬થસી ૨૦૦૬ સુધી પ્રેસ-મીડિયાની જવાબદારી નિભાવી હતી. ધારાસભા , લોકસભા, રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ઉપરાંત વિશ્વ હિન્‍દુ પરિષદ  પ્રેરિત જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિમાં વર્ષો સુધી મીડિયા જવાબદારી સંભાળી હતી. તેઓ ટેલિફોન એડવાઇઝરી કમિટિના  સભ્‍ય પણ રહી ચૂકયા છે.  આ વર્ષે પણ પક્ષીઓને ૬૩ કિલો ચણ અર્પણ કરીને જીવદયા કાર્યથી તેમનો જન્‍મદિવસ ઉજવ્‍યો છે. આજે વ્‍યાપક શુભેચ્‍છા મળી રહી છે.

મો. ૯૮૨૪૪ ૧૬૬૩૯ અને ૮૩૨૦૪ ૨૯૫૨૮ રાજકોટ.

(11:57 am IST)