Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

કલાકાર અલ્‍પેશ ટાંકનો જન્‍મદિવસ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા યુવા કલાકાર અલ્‍પેશ ટાંકનો આજે જન્‍મદિવસ છે. તેઓએ અનેક ગુજરાતી, હિન્‍દી, ભોજપુરી સુપર સ્‍ટાર સંજય દત, રૂત્‍વીક રોશન, જેવા અનેક કલાકારો સાથે કામ કરેલ છે. અલગ- અલગ ૭૦થી વધુ પાત્રો ભજવી ચુકેલ છે. તાજેતરમાં ડિરેકટર પાન નલીનની ઓસ્‍કાર એવોર્ડ માટે નોમીનેટ થયેલ ગુજરાતી ફિલ્‍મ ‘છેલ્લા શો'માં પણ રાજકોટમાંથી એકમાત્ર અલ્‍પેશભાઈની પસંદગી કરવામાં આવેલ હતી. આકાશવાણી રાજકોટમાં કેઝયુઅલ એનાઉન્‍સર તરીકે પણ ફરજ બજાવેલ છે. તાજેતરમાં જ ગુજરાતના રાજયપાલશ્રીના હસ્‍તે તેઓનું સન્‍માન કરવામાં આવેલ. મો.૯૭૨૪૫ ૫૫૪૫૦

(5:20 pm IST)