Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

એડવોકેટ/નોટરી બીપીનચંદ્ર ગાંધીનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ર૦: શહેર તેમજ સૌરાષ્‍ટ્રના જાણીતા એડવોકેટ નોટરી બીપીનચંદ્ર બી. ગાંધીનો આજે ૭૧મો જન્‍મ દિવસ છે. તેઓ રાજકોટ શહેર ભાજપ તથમા નોટરી એસોસીએશન ગુજરાતના કારોબારી સભ્‍ય છે. છેલ્લા ૩૭ વર્ષથી વકીલાત કરે છે. તેઓ ર૪ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા નોટરી તરીકે નીમણુંક પામી કાર્યરત છે. તેમણે રાજકોટ બાર એસોસીએશનમાં અનેક મહત્‍વના હોદાઓ ઉપર પોતાની સેવાઓ આપી છે. તેઓએ શ્રી ચીમનભાઇ શુકલને અભય ભારદ્વાજના આસીસ્‍ટન્‍ટ તરીકે પોતાની કારકીર્દીની શરૂઆત કરેલ હતી. ત્‍યાબાદ તેઓ પોતાની સ્‍વતંત્ર ઓફીસમાં હાલ એડવોકેટ/નોટરીની પ્રેકટીસ કરી રહેલ છે. તેમનો આજે જન્‍મ દિવસે વકીલો તેમજ નોટરીશ્રીઓએ શુભકામનાઓ પાઠવેલ છે. (મો. ૯૪ર૬૪ ૪૪૦૧૯)

(5:20 pm IST)