Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનિષ ચાંગેલાનો જન્મદિવસ

રાજકોટઃ પોતાની આગવી કોઠાસૂઝ, ધૈર્ય અને કટીબધ્ધતા તેમજ પાટીદાર સમાજના વડીલો અને ભાજપના વરિષ્ઠ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ સંગઠનની અભૂતપૂર્વ કુનેહ સિધ્ધહસ્ત કરનારા રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ (ઉમિયાધામ)ની સંગઠન સમિતિના અધ્યક્ષ અને શ્રી પટેલ સેવા સમાજના ટ્રસ્ટી શ્રી મનિષભાઈ ચાંગેલા વનપ્રવેશનું પ્રથમ વર્ષ પૂર્ણ કરી ૨૫મી જાન્યુઆરીએ બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
ભાજપ સંગઠનમાં વિભિન્ન ઉત્તરદાયિત્વને તેમણે સફળતાથી સંભાળ્યા છે. રાજકોટ જીલ્લા ભાજપના મીડિયા ઈન્ચાર્જ, ધોરાજી- ઉપલેટા બેઠકમાં ચૂંટણીના ઈન્ચાર્જ, ઉપલેટા- શહેર તાલુકાના પ્રભારી, ધોરાજી- ઉપલેટા ધારસભા મતવિસ્તારમાં સંગઠનાત્મક જવાબદારી, રાજકોટ જીલ્લા ભાજપના કોષાધ્યક્ષ, ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા સેલના સદસ્ય, જસદણ- વિંછીયા વિધાનસભા બેઠકની પેટા- ચૂંટણીમાં સમર્પિત સક્રિયતા સાથે તેમણે કરેલી કામગીરીની નોંધ ભાજપના મોવડીમંડળે હંમેશા લીધી છે. મોરબી વિધાનસભા બેઠકની પેટા- ચૂંટણીમાં પાટીદાર સમાજ અને પક્ષ વચ્ચે સેતુ બન્યાં હતા. મનિષભાઈ ચાંગેલાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે યોજેલી સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાની સફળતામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
રાજકોટમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ (ઉમિયાધામ), શ્રી પટેલ સેવા સમાજ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) તથા શ્રી પટેલ પ્રગતિ મંડળ (ફિલ્ડમાર્શલ વાડી) દ્વારા આયોજીત વિધવા સહાય માર્ગદર્શન શિબિર, ઔદ્યોગિક સેમિનાર, મા- અમૃતમ કાર્ડ કેમ્પ, જેવા સફળ કાર્યક્રમોમાં સંગઠનશકિત પાયામાં રહી છે. તેઓ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ (ઉમિયાધામ) દ્વારા રાજકોટમાં નિર્માણ પામનાર કુળદેવી મા ઉમિયાના મંદિર માટે સતત કાર્ય કરતા રહયાં છે. શ્રી પટેલ સેવા સમાજ દ્વારા ૩૦ હજાર બહેનોની ઉપસ્થિતિ સાથે 'સાસુ- વહુ- દિકરી' જેવો સામાજિક કાર્યક્રમ અને નારી શકિતને સશકત બનાવતો 'ડ્રીમ ક્રિએશન' જેવા એકઝીબીશનના આયોજન થતા રહયા છે.
અમદાવાદમાં રૃા.૧૫૦૦ કરોડના ખર્ચે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ થનારા સમાજ સંકુલની કામગીરી અને ઉમિયાધામ- ઊંઝા સંચાલીત અમદાવાદ ઉમિયા કેમ્પસ સોલા ખાતેના રૃા.૩૫૨ કરોડના વિકાસ પ્રોજેકટમાં તેમનું સક્રિય યોગદાન રહયું છે. તે જ રીતે ઊંઝા ઉમિયા માતાજી મંદિર સંસ્થાના કારોબારી સદસ્ય, ગાંઠીલા ઉમિયા માતાજી મંદિરની સંગઠન સમિતિના ચેરમેન તથા અમદાવાદમાં આવેલ. ૮૮ વર્ષ જૂના કે.પી. વિદ્યાર્થી ભવનમાં સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર ટ્રસ્ટી તરીકે સેવા આપી ચુકયા છે. મો.૯૮૨૫૨  ૯૫૧૩૩, મો.૯૭૧૨૯ ૯૫૧૩૩

 

(11:32 am IST)