Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નિતીન રામાણીનો આજે જન્‍મદિવસ

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૩ના ભાજપના કોર્પોરેટર અને સ્‍ટેન્‍ડિંગ કમીટીના સભ્‍ય નિતીનભાઇ રામાણીનો આજે જન્‍મદિવસ છે. તા. ૨૦ જાન્‍યુઆરી ૧૯૮૧ના રોજ ગોંડલ ખાતે નિતીનભાઇનો જન્‍મ થયો હતો. રાજકોટને કર્મભૂમિ બનાવી છે. વિસ્‍તારમાં હંમેશા લોકપ્રશ્‍ન ઉકેલવા સતત દોડતા રહે છે.

સંગઠન અને સત્તાને સેવાનું માધ્‍યમ બનાવી વિવિધ સંસ્‍થાઓ સાથે જોડાયેલા નિતીનભાઇ સર્વશકિત યુવા ગ્રુપના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ગણપતિ મંગલ મહોત્‍સવ તેમજ તહેવારોની ઉજવણી હંમેશા મોખરે રહે છે. સ્‍વામિનારાયણ ચોક વેપારી એસો. તેમજ ખોડીયાર ગરબી મંડળ સાથે પણ જોડાયેલા છે. આજે તેમના જન્‍મદિવસ નિમિતે મ.ન.પા.ના પદાધિકારીઓ રાજકીય આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, શુભેચ્‍છકો,મિત્રો તથા પરિવારજનો દ્વારા (મો. ૯૮૭૯૦ ૭૭૦૬૨) ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છા વર્ષા વરસી રહી છે.

(2:39 pm IST)