Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ચૂંટણી પંચના સચિવ મહેશ જોશીનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કરાવતા રાજ્ય ચૂંટણી પંચના સચિવ શ્રી મહેશ વી. જોશી (નિવૃત આઈ.એ.એસ. અધિકારી)નો આજે ૧૦ ફેબ્રુઆરીએ જન્મ દિન છે. તેઓ ભૂતકાળમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટર, પોરબંદર અને વલસાડમાં કલેકટર, રાજ્યપાલના સચિવ, જમીન દફતર નિયામક, સેટલમેન્ટ કમિશનર, નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯ - ૨૩૨૫૨૧૪૯,મો. ૯૯૭૮૪ ૦૫૩૨૪ - ગાંધીનગર

(11:42 am IST)