Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્રના મંત્રી

જયંતીભાઇ પટેલનો સોમવાર જન્મદિન, કાલે તોગડીયાની હાજરીમાં ઉજવણી

રાજકોટ : મુળ લોધિકા તાબેના જેતાકુબા ગામના વતની જુના અને જાણીતા જનસેવક જયંતીભાઇ પટેલ (ભરત મોબાઇલ સોપ)ના જન્મ તા.૧૦ ફેબ્રુઆરી ૧૯૬૧ના દિવસે થયેલ. સોમવારે ૬૦માં વર્ષના દ્વારે પહોંચશે તેઓ હાલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી છે તેઓ નવોદિપ ગાયક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે ગ્રુપ ચલાવે છે. વિવિધ સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે.

જયંતીભાઇના જન્મદિન નિમિતે આવતીકાલે તા.૯ રવિવારે સાંજે પ થી ૬ શુભેચ્છા સમારોહ અને ૭ થી ૯ જાણીતા હાસ્ય કલાકાર ગુલાબદાન બારોટનો, હસાયરો, ઇવનીંગ પોસ્ટ, જિલ્લા બેંકની બાજુમાં ચૌધરી હાઇસ્કુલ ખાતે રાખેલ છે. જેમાં એ.એચ.પી.ના  આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડીયાની હાજરી આપશે. જયંતીભાઇ પર શુભેચ્છા અનરાધાર વરસી રહી છે.      મો.૯૮ર૪ર ૯ર૩૦૩ - રાજકોટ

(2:38 pm IST)
  • એફએટીએફ બેઠક બાદ છૂટી જશે હાફિઝ સઈદ : સજામાં જાણી જોઈને રાખી છે ત્રુટીઓ ! : મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકીનો મુખ્યા હાફિઝ સઈદને સજા મળી છે પરંતુ પેરિસમાં થનાર એફ એ ટીએફની બેઠક બાદ જેલ મુક્ત થવાની શકયતા access_time 1:08 am IST

  • અમદાવાદમાં અનામતની ગુંચ વચ્ચે RSS ના પ્રમુખ મોહન ભાગવત સાથે વિજયભાઇ રૂપાણીની સાથે ૩૦ મીનીટ બેઠક ચાલી : મુખ્યમંત્રી વિજયભાાઇ રૂપાણી અને આરએસએસના વડા મોહન ભાગવત વચ્ચે ૩૦ મીનીટ બેઠક ચાલીઃ આરએસએસના નવા કાર્યાલયમાં યોજાઇ બેઠકઃ સમાજના તમામ વર્ગમાં સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે અંગે પગલા લેવા સુચનઃ રાજયની રાજકીય અને સામાજીક સ્થિતિ અંગે ચર્ચા access_time 12:50 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST