Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ગમનભાઇ દવેનો આજે જન્મદિવસ : ૭૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : શ્રી ગમનભાઇ દવેનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૭૨ વર્ષ પૂર્ણ કરી ૭૩માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ સન ૧૯૭૪માં ગુજરાત સ્ટેટ ટ્રન્સપોર્ટમાં સામાન્ય નોકરી સ્વીકારી સન ૧૯૮૦ થી ૨૦૦૬ સુધી આ સંસ્થાના યુનિયન સેક્રેટરી તરીકે રહી સંસ્થાના કર્મચારી વર્ગમાં ચાહના મેળવેલ હતી. ત્યારબાદ તેઓ જ્ઞાતિ સમાજના ઉપપ્રમુખ- પ્રમુખ અને સંગઠન મંત્રી તરીકે યસસ્વી સેવા બજાવેલ. હાલ પણ તેઓ સામાજીક અને જ્ઞાતિસેવામાં અગ્રેસર રહી સ્વસ્થ જીવન જીવી રહયા છે. તેઓના જન્મદિને શુભેચ્છા વર્ષા થઇ રહી છે.  (મો.૯૬૬૪૬૩૦૧૯૩)

 

(11:27 am IST)