Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

સૌરાષ્ટ્રની ટોચની સિનર્જી હોસ્પિટલના સૌના જાણીતા અને માનીતા...

લાગણીના 'સ્ટેથોસ્કોપ' અને સફળતાની 'તાસીરવાળા' ડો. જયેશ ડોબરિયાનો જન્મદિન

જહાં ડો. જયેશ ડોબરીયા કા કદમ પડે વહા ફૂલો કી બરસાત હો... હેપી બર્થ ડે

રાજકોટ તા.૭ : સૌરાષ્ટ્રમાં હજારો દર્દીઓની ઝડપી અને સફળ સારવાર કરી નવજીવનમાં નિમિત બનનાર યુવાન તરવરીયા તબીબ લાગણીના સ્ટેથોસ્કોપ દ્વારા સફળતાની તાસીર ધરાવતા ડો. જયેશ ડોબરીયાનો આજે જન્મદિવસ છે. ત્યારે તેમના શુભેચ્છકો, પરીવારજનો દ્વારા સુસવાટાભર્યા ઠંડા પવનમાં અહ્લાદક શુભેચ્છાવર્ષા કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર ગુજરાતના તબીબી આલમમાં સચોટ નિદાન અને અસરકારક સારવારથી ખુબ ખ્યાતિ પ્રાપ્ત અને તબીબી ઉપવનમાં ખીલેલી લાવણ્યયુકત કળી સમાન જાજરમાન વ્યકિતત્વ ધરાવતા ડો.જયેશ ડોબરીયા આજે તેના યશસ્વી જીવનના ૪૨ વર્ષ પુર્ણ કરી પ્રગતિશીલ જીવનના ૪૩માં વર્ષનો મંગલ પ્રારંભ કર્યો છે.

મુળ ટંકારાના ડો. જયેશ ડોબરીયા ક્રિટીકલ કેરના નિષ્ણાંત છે. તેઓએ પ્રાથમિક શિક્ષણ ટંકારા અને માધ્યમિક શિક્ષણ રાજકોટની સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં લીધુ છે. અમદાવાદની જાણીતી બી.જે.મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ. અને એમ.ડી.નો અભ્યાસ પૂર્ણ કરી ગંભીર રોગો તેમજ કટોકટીની ક્ષણોમાં અસરકારક સારવાર માટેનો ક્રિટીકલ કેરનો અભ્યાસ પુનાની પ્રયાગ અને એપોલો હોસ્પિટલમાંથી કરેલ. છેલ્લા ૧૦ વર્ષથી વોકહાર્ટ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સુપર સ્પેશ્યાલીસ્ટ, આઇસીયુ સ્પેશ્યાલીસ્ટ તરીકે હજારો દર્દીઓની સુખરૂપ સારવાર કરી તબીબી આલમમાં ખુબ નામના હાસલ કરી છે.

ડો.જયેશ ડોબરીયા સીનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ, અયોધ્યા ચોક, ૧પ૦ ફુટ રીંગ રોડ, માધાપર ચોકડી પાસે ફુલટાઇમ સેવા બજાવે છે.

મળતાવડા સ્વભાવ, ઉદારતા તેમજ દર્દીઓના દુઃખ દર્દને નજીકથી ઓળખનાર ડો.જયેશ ડોબરીયાના જન્મદિવસે મો.૯૮૨૫૦-૪૩૫૯૦ પર અભિનંદન-શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:24 am IST)