Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

અમરેલી વતન, રાજકોટ સાથે આત્મીય નાતો

પરોઢના સોનેરી ઉજાસ જેવા અધિક કલેકટર મેહુલ કે. દવેનો જન્મદિન

રાજકોટઃ રાજ્યના વહીવટી તંત્રમાં સંવેદનશિલ હકારાત્મક અભિગમ માટે જાણીતા અધિક કલેકટર શ્રી મેહુલ કે. દવે  માટે  આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્મ ૧૯૬૬ના વર્ષની તા. ૭ ફેબ્રુઆરીએ થયેલ. આજે ઝળહળતા જીવનના પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેઓ હાલ મહેસાણામાં જિલ્લા ગ્રામ  વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

'ભઇલુ શબ્દ' જેના હોઠે સતત રમતો રહે છે તેવા લાગણીવાળા અધિકારી શ્રી મેહુલ ભૂતકાળમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ અધિકારી, રાજકોટમાં પ્રાંત અધિકારી અને નિવાસી નાયબ કલેકટર, રાજ્યમાં તોલમાપ  નિયામક, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રથમ કુલસચિવ, ખેડા અને અમદાવાદમાં અધિક નિવાસી કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ મૂળ અમરેલીના વતની છે. તેમની પાસે આત્મીય સબંધોની મોટી મૂડી છે. તેમની પ્રતિભા પરોઢના સોનેરી ઉજાસ જેવી છે. તેમનુ વ્યકિતત્વ  એવો સંદેશ આપી રહ્યુ છે કે 'નજર જો કૃષ્ણની હોય તો જગત આખામાં સ્નેહ છે અને નજર જો રાધાની હોય તો જગત આખામાં કૃષ્ણ છે.'

ફોન નં. ૦૨૭૬૨-૨૨૨૩૨૯

મો. - ૯૯૭૯૮ ૬૧૬૯૦ મહેસાણા

(11:24 am IST)