Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ધનરાજભાઇ નથવાણીનો જન્મદિન

જામનગર તા. ૫ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસીડેન્ટ અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતીના વાઈસ ચેરમેન, ગુજરાત ક્રિકેટ એસો.ના વાઈસ પ્રેસિડેન્ટ, ફાઈનટેક કોર્પોરેશન અને રિલાયન્સ ગૃપ સ્પોર્ટ સર્વિસીસના ડાયરેકટર, ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (ગીર)ના સભ્ય શ્રી ધનરાજભાઈ નથવાણીનો જન્મ તા. પ ફેબ્રુઆરી ૧૯૮૬ના રોજ ખંભાળીયા મુકામે થયેલ હતો. તેમણે બ્રિટનની બિઝનેશ સ્કુલો લંડન ખાતે ઈન્ટરનેશન બિઝનેશમાં ગ્રેજયુએશન પૂર્ણ કરેલ હતું તેમણે નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ બિઝનેશ મેનેજમેન્ટ, એન.બી.એ.(કોર્પોરેટર લો એન્ડ મેનેજમેન્ટ) ની ઉપાધી પણ મેળવી છે. તેઓ રાજયસભા સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીના પગલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જોડાયા હતા અને ખંત અને રસ પૂર્વક કામગીરી નિભાવી ઉચ્ચ હોદો પ્રાપ્ત કર્યો છે.

તેઓ ફોરમ્યુલા વન રેસીંગ, વાઈડ લાઈફ, મરીન લાઈફ, પ્રવાસ, ફુટબોલ, ક્રિકેટ, સ્વીમીગ અને ટેનીસ જેવી પ્રવૃતિઓમાં પણ ઉંડો રસ ધરાવે છે. તેઓ અનેક વિદેશ પ્રવાસો પણ કરી ચૂકયા છે. નાની ઉમરે વ્યવસાયની સાથે લાઈઝનીંગ અને સેવા પ્રવૃતિઓમાં પણ ઉંડો રસ ધરાવે છે.

બહોળો મિત્રવર્ગ ધરાવતા શ્રી ધનરાજભાઈ નથવાણી આજે ૩૪ વર્ષ પૂર્ણ કરી ૩પ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયાં છે. તેમના પરિવારમાં પત્નિ ભૂમિબેન તથા પુત્રરત્ન શિવાનનો સમાવેશ થાય છે તેમના મોબાઈલ નંબર ૯૮૬૭૭ ૧૦૦૦ ઉપર દેશ–વિદેશમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.

(11:32 am IST)
  • માનહાની કેસમાં દિલ્હીની અદાલતમાં હાજર નહીં રહેવા બદલ શશી થરૂરને 5 હજાર રૂપિયાનો દંડ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને વીંછી કહેવા બદલ ભાજપ નેતા રાજીવ બબ્બરે દાવો દાખલ કર્યો હતો access_time 8:27 pm IST

  • હવે પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓનો વીણી વીણીને ખાત્મો બોલાવાશે : અમેરિકાએ ઇરાનના જનરલ કાસીમની હત્યા માટે જે સ્ટીલ્થ ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો તે ભારતની ફોઝમાં શામેલ કરવાની તૈયારી : ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સમયે મંત્રણા થવાની શક્યતા access_time 8:20 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST