Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

દિવ્યાંગોના પ્રેરણાબળ-જામનગર ભાજપ આઇટી સેલના હેડ ભીખુભાઇ બાવરીયાનો જન્મદિન

જામનગર તા. પ : ગૌરવ સમાન દિવ્યાંગ વ્યકિત ભીખુભાઇ બાવરીયાનો આજે જન્મદિન છે, તેઓ બન્ને પગથી વિકલાંગ/દિવ્યાંગ હોવા છતા અથાગ પરિશ્રમ, કોઠા સુઝ અને કામ કરવાની ધગશના કારણે તેઓ દિવ્યાંગ લોકો માટે પ્રેરણાનો ધોધ બન્યા છે, વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા ભીખુભાઇ બાવરીયાએ મિલનસાર સ્વભાવથી પોતાની અલગ જ ઓળખ ઉભી કરેલ છે.

હાલમાં તેઓ જામનગર જીલ્લા ભાજપાના આઇ.ટી.સેલ (સોશ્યલ મીડીયા) ના હેડ તરીકે પાર્ટીમાં પોતાની સેવા આપી રહ્યા છે, સને-૧૯૯પ વિદ્યાર્થી કાળથી જ ભાજપા સાથે જોડાયેલા ભીખુભાઇ બાવરીયાનું ભાજપા સાથે નિસ્વાર્થ ભાવ સાથેા જોડાણને કારણે તેઓ પાર્ટી કાર્યકર્તા તરીકે અલગ રીતે જ પ્રથાપીત થયેલ છે.

તેમના દ્વારા કુલ પ૦૦૦ થી વધારે લોકોને દરરોજ સવારમાં પોઝીટીવ એનર્જી ભરી દીએ તેવા મેસેજ મોકલવાનો સીલસીલો છેલ્લા અઢી વર્ષથી ચલાવવામાં આવે છે, નિયમીત રીતે, દરરોજ સવારમાં અને દરરોજ અલગ અલગ જ મેસેજ અને તે પણ એનર્જી બુસ્ટરનું કામ કરે તેવો મેસેજ હોય છે, પાંચ હજારથી વધુ લોકોને દરરોજ નિયમીત રીતે મેસેજ કરીને તેઓ ''મેસેજ કિંગ'' તરીકેનૂં પણ બિરૂદ મેળવેલ છે.

મિત્રો પ્રત્યે સ્નેહ, મૈત્રી અને ઉષ્મા સભરના સબંધોનો સરવાળો કરવાનો સ્વભાવ ધરાવતા ભીખુભાઇ બાવરીયાને મો. ૯૯રપ૩ પપ૮૮૮ ને આજના ૪૩ માં જન્મદિને શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:31 am IST)