Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

વ્યકિત એક, વિશેષતા અનેક કશ્યપ શુકલઃ હેપ્પી બર્થ ડે

રાજકોટઃ ભાજપનાં પાયાનાં પથ્થર એવા સ્વ. ચીમનભાઇ શુકલનાં પુત્ર કશ્યપભાઇનો આજે  જન્મદિવસ છે. તા.૫ ફેબ્રુઆરી ૧૯૬૩નાં મુંબઇમાં જન્મ થયો હતો. તેઓએ યશસ્વી જીવનનાં ૫૮માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે.તેઓનો બી.કોમ, એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો છે. પિતાના પગલે પગલે  ૧૯૯૩થી સક્રિય રાજકારણમાં કાર્યરત છે અને ભાજપ સંગઠનમાં પણ શહેરનાં મહામંત્રી સહીતનાં મહત્વનાં હોદ્દા પર જવાબદારી સંભાળી ચૂકયા છે. સૌ પ્રથમ વખત વર્ષ ૨૦૦૫માં મ્યુ.કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા. વર્ષ ૨૦૦૫, ૨૦૧૦, ૨૦૧૫ ત્રણ ટર્મથીકોર્પોરેટર તરીકે લોકોની ફરજ બજાવે છે. તેઓએ રૂડાનાં ચેરમેન તથા મ્યુ.કોર્પોરેશનની સ્ટેન્ડિગ કમિટિનાં ચેરમેન તરીકે સફળ કામગીરી કરીને શહેરનાં વિકાસમાં યશસ્વી ફાળો આપ્યો છે. હાલમાં સ્ટેન્ડિગ કમિટિમાં સભ્ય તરીકે સીનીયર કોર્પોરેટર તરીકેનાં અનુભવ થકી સતત માર્ગદર્શન આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ક્રિકેટ, ઘોડેસવારીં  સહિતની રમતનો શોખ ધરાવે છે. આજે કશ્યપભાઇનાં જન્મદિવસે આગેવાનો, શુભેચ્છકો, મિત્રો, પરિવારજનો દ્વારા (મો.નં. ૯૮૨૪૩ ૦૦૯૯૯) ઉપર શુભેચ્છા વર્ષા વરસી રહી છે.

(11:32 am IST)
  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST

  • માનહાની કેસમાં દિલ્હીની અદાલતમાં હાજર નહીં રહેવા બદલ શશી થરૂરને 5 હજાર રૂપિયાનો દંડ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને વીંછી કહેવા બદલ ભાજપ નેતા રાજીવ બબ્બરે દાવો દાખલ કર્યો હતો access_time 8:27 pm IST