Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

નિવૃત ભાષા નિયામક કાંતિભાઇ વ્યાસનો જન્મદિન

પત્રકાર અશ્વિન વ્યાસ (કૂકર)ના પિતાજી

રાજકોટ : ગુજરાતના નિવૃત ભાષા નિયામક શ્રી કાંતિભાઇ બી. વ્યાસનો જન્મ તા. ૪ ફેબ્રુઆરી ૧૯૩૯ ના દિવસે થયેલ આજે ગૌરવવંતા જીવનની ૮ર માં વર્ષની કેડીએ કદમ માંડયા છે.

શ્રી કે. બી. વ્યાસ ભુતકાળમાં ભાષા નિયામક તેમજ વિવિધ પ્રધાનોના અંગત સચિવ રહી ચૂકયા છે. હાલ તેઓ ગાંધીનગર બ્રહ્મસમાજ ગુજરાત પુસ્તકાલય મંડળ, શહેર પેન્શનર સમાજ, જીવ કલ્યાણ સંસ્થા, કેળવણી મંડળ, વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમણે જે તે વખતના રાજયના મંત્રીઓ ચીમનભાઇ પટેલ, પ્રતાપભાઇ શાહ, બળવંત મણવર, વજુભાઇ જાની, કરમશીભાઇ મકવાણા, જયંતીભાઇ કાલરીયા, મહેન્દ્ર ત્રિવેદી, દોલતભાઇ પરમાર, દોલતભાઇ દેસાઇ વગેરેના અંગત સચિવ તરીકે સેવા આપી હતી. ખૂબ સાદગીપુર્ણ નિયમિત જીવનના કારણે ૮રમાં વર્ષે પણ સ્ફુર્તિમય આનંદી જીવન પસાર કરી રહ્યા છે આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે.  મો. ૯૮રપ૦ ૩૩૦૭૪ ગાંધીનગર.

(4:03 pm IST)
  • સુરત ટેક્સટાઇલ્સ વેપાર સાથે સંકળાયેલ અનિલ નાથાભાઈ હિરપરાની જીએસટી વિભાગ દ્વારા ધરપકડ : 15,53 કરોડની ટેક્સ ક્રેડિટ અને 3,57 કરોડના બોગસ રિફંડ ક્લેમ કરવા મામલે કાર્યવાહી access_time 10:23 pm IST

  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST

  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજે આંબેડકરની મૂર્તિને માળા પહેરાવી : આરજેડી અને સીપીઆઈએ ગંગાજળ છાંટી મૂર્તિ શુદ્ધ કરી : ગઈકાલ શુક્રવારે બેગુસરાઈમાં સીએએના સમર્થનમાં નીકળેલી રેલી દરમિયાન ગિરિરાજના હસ્તે માળા ચડાવેલી મૂર્તિને અપવિત્ર થયેલી ગણી આજ શનિવારે ગંગાજળના પાણીથી શુદ્ધ કરાઈ : ભાજપ વિરુદ્ધ રોષ વ્યક્ત કરાયો access_time 7:55 pm IST