Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ચોટીલા વિધાનસભાના વિસ્તારક 'માખેલાજી' મહેશ માખેલાનો જન્મદિન

રાજકોટ : આહિર સમાજના અગ્રણી અને ભાજપ યુવા મોરચામાં ૧૯૯૫ થી ૨૦૦૫ સુધી યુવા મોરચામાં મંત્રી, ઉપપ્રમુખ મહામંત્રી અને યુવા મોરચામા પ્રભારી તરીકે સેવા આપનાર અને ''માખેલાજી''ના હુલામણા નામથી ઓળખાતા મહેશ માખેલાનો આજે જન્મદિવસ છે.હાલ તેઓ શહેર ભાજપમાં વિશેષ આમંત્રિત સભ્ય અને ચોટીલા વિધાનસભાના ૮૬ ગામમાં વિસ્તારક તરીકે જવાબદારી નિભાવે છે. તેઓ મોન્જીનીશ કેક શોપ નામે નાના મૌવા રોડ ઉપર શો રૂમ અને ક્રિષ્ના બિલ્ડીંગ મટીરીયલ્સ સપ્લાયર્સ નામે ટ્રાન્સપોર્ટના નામે પણ વ્યવસાય ચલાવે છે. તેઓના પુત્ર યશ માખેલા પણ શ્રી વિજયભાઈ રૂપાણી ફેન કલબ નામે યુવા મોરચામાં સતત કામગીરી બજાવે છે. તેઓના જન્મદિવસે ગુ.મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી પ્રદેશ અગ્રણી અને સુરેન્દ્રનગરના પ્રભારી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ શ્રી કમલેશભાઈ મિરાણી તેમજ કાર્યાલય મંત્રી શ્રી હરેશભાઈ જોષી અને અનિલભાઈ પારેખે જન્મદિવસની શુભકામના પાઠવેલ છે. (મો.૯૭૧૪૨ ૦૦૪૪૪)

(3:38 pm IST)