Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

વિજયભાઇ રૂપાણી ફેન કલબના પ્રમુખ યશ માખેલાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૩ : માત્ર ૧૮ વર્ષની ઉંમરથી રાષ્ટ્રભકિતના રંગે રંગાયેલા બી.ઇ.સીવીલના અભ્યાસુ યશ માખેલાનો આજે જન્મ દિવસ છે. પિતા મહેશભાઇ માખેલાના માર્ગદર્શન હેઠળ યુવા ભાજપ મોરચામાં જવાબદારીઓ સંભાળતા અને વિજયભાઇ રૂપાણી ફેન કલબના પ્રમુખ યશ માખેલા ગાયત્રી એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી, ક્રિશ્ના યુવા ગ્રુપના પ્રમુખ, સુર્યનગર ગરબી મંડળના પ્રમુખ અને નાના મૌવા મેઇનરોડ ગજાનંદ ગણપતિ ઉત્સવના અધ્યક્ષ તરીકે જવાબદારીઓ નિભાવી રહ્યા છે. આજે જન્મદિવસ નિમિતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, જીતુભાઇ કોઠારી, દેવાંગભાઇ માંકડ, કિશોરભાઇ રાઠોડ, કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી સહીતનાએ શુભેચ્છા પાઠવી છે. તેમના મો.૯૯૨૪૬ ૦૦૪૪૪ છે.

(3:37 pm IST)