Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

પૂર્વ સાંસદ તથા ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમનો જન્મદિન

જામનગર તા. ૨૩ : જામનગરના પૂર્વ સાંસદ તેમજ વર્તમાન ખંભાળીયના ધારાસભ્યશ્રી વિક્રમભાઈ માડમનો આજે જન્મ દિવસ છે તેઓ રકતદાન, શ્રમદાન અને વિદ્યાદાનના પ્રખર હિમાયતી રહયાં છે તે લોકપ્રિય નેતા તરીકે જામનગર તેમજ દેવભૂમિ ર્ેારકામાં લોકચાહના મેળવી છે અને અત્યાર સુધીમાં કોઈ નેતા ચૂંટણી લડતા હોય અને પરિણામ પહેલા તે હારે છે તેવું પત્રકારોને બતાવનાર ભારતના પહેલા નેતા હશે.

ગત લોકસભાની ચૂંટણીના મતદાન બાદ તેઓ હારે છે તેવંુ તેમણે જાહેર કરેલ હતું આમ નિખાલશ અને સત્ય પ્રમાણીતતાથી પોતાની રાજકીય કારર્કિદી ઘડનાર વિક્રમભાઈ માડમ એક સરળ અને શાંત સ્વભાવના નેતા તરીકેની ઓળખ ઉભી કરેલ છે.

તેઓ ર૩ માર્ચ ૧૯પ૮ ના રોજ જન્મેલા અને તેઓને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. હાલ તેઓ જામનગર ખાતે રહે છે. તેઓને તેમના (મો. ૯૪ર૬૭ ૧ર૩૪પ) ઉપર જન્મદિનની શુભેચ્છાઓ મળી રહી છે.

(11:36 am IST)