Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

રૂડાના પ્રોજેકટ ડાયરેકટર ધીરેન્દ્ર કાલરીયાનો જન્મદિવસ

રવિન્દ્રનાથ ટાગોરને કાવ્ય અર્પણ કરી વાલ્મીકી બાળકો સાથે ઉજવી હોળી-ધૂળેટી

રાજકોટઃ. રાજકોટ શહેરી વિકાસ સતામંડળઙ્ગ -રૂડાના નિષ્ઠાવાન, મહેનતુ ડાયરેકટર ઓફ પ્રોજેકટ ધીરેન્દ્ર કાલરીયાનો આજે જન્મ દિવસછે, ધીરેન્દ્રભાઈ એ આજે ૫૯ વર્ષ પૂર્ણ કરીને ૬૦મા૦ વર્ષમાં મંગલ પ્રવેશ.ઙ્ગ અગાઊ તેઓએ પાણી પુરવઠા વિભાગ ગાંધીનગરનાઙ્ગ એન્જીનીયર મંડળ ના પ્રમુખ તરીકે, રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘઙ્ગ કર્ણાવતી મહાનગરના નારણપુરા ભાગના ગોતા નગરમાં જાગરણ શ્રેણી સંયોજક તરીકે સેવા બજાવેલ. ૧૯૯૪થી ૨૦૦૯ એમ સતત ૧૬ સુધી રૂડામાં પ્રતિનિયુકિતના ધોરણે પ્રોજેકટ એન્જીનીયર તરીકે યશસ્વી ફરજ બજાવેલ. તેઓ ૧૯૯૭થી ૨૦૦૭ સુધી સતત ૧૦ વર્ષ સુધી કાલાવડ રોડની ચિત્રકૂટધામ સોસાયટીના પ્રમુખ તરીકે સેવા બજાવેલ તેમજ એક ટ્રસ્ટ બનાવી ગરીબ લોકો માટે સાર્વજનિક દવાખાનું ચાલુ કરાવ્યું. ૬૦માં જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ તેઓ દ્વારા રચવામાં આવેલ એક કાવ્ય 'ખડા હું તેરે મન્દિર મેં, માગું મેં એક વરદે'ની રચના કવિવર રવીન્દ્રનાથ ટાગોરને અર્પણ કરીને, હડાળા ગામના વાલ્મીકિ સમાજના સોઢા પરિવારના બાળકો સાથે હોળી તહેવાર નિમિતે ખજૂર, ધાણી, પતાસા નો પ્રસાદ લઈ, બાળકોના અભ્યાસ અંગે જાણકારી તેમજ આગળ અભ્યાસ માટે માર્ગદર્શન કરેલ. આમ ધીરેન્દ્રભાઈ એ ૬૦જ્રાક્નત્ન જન્મ દિવસની અનોખી ઉજવણી કરી યુગોથી અશપૃસ્યનો ભોગ બની રહેલા તેમજ સફાઈનું કામ કરતા સમાજનું ખરા હૃદયના ભાવથી ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરીને સામાજિક સમરસતાની અનોખી પહેલ કરીછે.

(10:22 am IST)