Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ગોંડલ તાલુકા ભાજપ મંત્રી ચિરાગ ગોલનો જન્મદિન

મોવિયા, તા. ૧૬ :. ગોંડલના દેરડી (કું.) ગામના રહેવાસી અને ભાદરકાંઠા વિસ્તારના લડાયક યુવા આગેવાન અને હાલ ગોંડલ તાલુકા ભાજપ મંત્રી તરીકે જવાબદારી નિભાવતા ચિરાગભાઈ ગોલનો તા. ૧૭-૩ને રવિવારના રોજ જન્મ દિવસ છે. તેઓએ ૨૮ વર્ષ પૂર્ણ કરી ૨૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. નાનપણથી જ આર.એસ.એસ.ની વિચારધારાથી ઘડાયેલા હોય, માધ્યમિક સ્કૂલથી જ વિદ્યાર્થી આગેવાન તરીકે એબીવીપીમાં વિવિધ જવાબદારી નિભાવેલ છે. તાલુકા યુવા ભાજપ મંત્રી તરીકે ભાજપમાં પ્રવેશી વિવિધ જવાબદારી બખુબી નિષ્ઠાપૂર્વક નિભાવી છે.

જાહેર જીવનમાં હાલ દેરડી (કું.) ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓના પ્રશ્ને વારંવાર લડત આપવા આક્રમક આંદોલન કરી ઉકેલ લાવી લડાયક નેતાની છાપ ધરાવે છે. તેમના રચનાત્મક કાર્યોની નોંધ ખુદ વડાપ્રધાન અને મુખ્ય પ્રધાન વારંવાર લઈ શુભેચ્છાઓ પાઠવેલ છે.

અધિકારી અને પદાધિકારી પાસે લોકોના કામ કરાવવાની કુશળ કળાથી ભારતીય જનતા પાર્ટીએ તાલુકા ભાજપ મંત્રી તરીકેની જવાબદારી સોંપેલ છે. મો. ૮૧૨૮૪ ૦૦૯૬૦ છે.(૨-૫)ઙ્ગ

 

(11:31 am IST)