Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

કાલની ઘડી રળિયામણી... ડો. હેમાંગ વસાવડાની વર્ષગાંઠની વધામણી

રાજકોટ : ધન્ય કાલની ઘડી રળિયામણી, ડો. હેમાંગ વસાવડાની વર્ષગાંઠની વધામણી... હા, આવતીકાલે ૧૭ માર્ચે નામાંકિત ન્યુરો સર્જન ડો. હેમાંગ વસાવડાનો જન્મદિન છે. પ૮ માં વર્ષના પંથે પ્રયાણ (જન્મ ૧૯૬ર) નિમિતે તેમના પર આજથી જ શુભેચ્છા વર્ષા શરૂ થઇ ચુકી છે.

રાજકીય ક્ષેત્રે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી, કોંગ્રેસ ડોકટર સેલના પ્રદેશ સંયોજક વગેરે સ્થાનો પર તેમનું મહત્વનું યોગદાન છે. પોતાના વ્યવસાયિક ક્ષેત્રની જેમ રાજકીય ક્ષેત્રે પણ તાસીર પારખવામાં અને સારવાર કરવામાં નિષ્ણાંત છે. જાહેર જીવનમાં તેમની નિષ્ઠા અને પ્રતિષ્ઠા ધબકતી-ઝબકતી છે. કહો દિલ સે, ડોકટર કો શુભકામના ફીર સે...

ફોન નં. ૦ર૮૧ ર૩૬૪૦૮૮, મો. ૯૮ર૪૦ ૪૧પ૧૪, રાજકોટ

(11:28 am IST)