Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ચામુંડાનગરમાં બસપા દ્વારા કાલે કાંશીરામનો જન્‍મદિવસ ઉજવાશે

રાજકોટ, તા., ૧૪:  બહુજન સમાજ પાર્ટી દ્વારા કાલે તા.૧પ માર્ચના ચામુંડાનગર, બંધ શેરી નંબર -ર, ગરબી ચોક, માયાણી ચોકની બાજુમાં સાંજે પ કલાકે બહુજન સમાજ પાર્ટીના સંસ્‍થાપક, બામસેફ તથા ડી.એસ.ફોર તથા સામાજીક પરિવર્તનના મહાનાયક શ્રી કાંશીરામના જન્‍મદિવસની ઉજવણી કરાશે.

કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ રૂપે જામનગરથી પ્રો.યશવંત વાઘેલા, રાજકોટ ઝોન કોર્ડીનેટર અર્જુન ચૌહાણ, કિરણ મકવાણા ઉપસ્‍થિત રહેશે. અતિથિ વિશેષ ડાયાભાઇ ચાવડા (જીલ્લા પ્રભારી રાજકોટ), માધુભાઇ ગોહેલ (જીલ્લા કાર્યાલય મંત્રી) એડવોકેટ ભવાનભાઇ ગોહેલ (શહેર પ્રમુખ બીએસપી) તથા જયોત્‍સનાબેન રાઠોડ (જીલ્લા પ્રમુખ રાજકોટ) ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમની અધ્‍યક્ષતા અજય સારીખડા (જીલ્લા પ્રમુખ) રાજકોટ દ્વારા કરવામાં આવશે તથા રાજકોટ જીલ્લાના હોદેદારોમાં ડો. પ્રકાશ ચાવડા જીલ્લા ઉપપ્રમુખ, વરજાંગ સોહલા જીલ્લા મહામંત્રી અશ્વીન ચૌહાણ, જીલ્લા ખજાનચી, વિપુલ બોરીચા જીલ્લા સચિવ તથા કલ્‍પેન ટાંક, દિલીપ પરાર જિલ્લા સચીવ, સવજીભાઇ ગોહેલ રાજકોટ તાલુકા ઉપપ્રમુખ તથા લક્ષ્મણભાઇ ચાવડા ગોંડલ તાલુકા પ્રમુખ ઉપસ્‍થિત રહેશે.

શહેરના હોદેદારોમાં જોગાભાઇ રાતડીયા શહેર ઉપપ્રમુખ, આશીક તંબોલી, શહેર મહામંત્રી, જયંતીભાઇ સોલંકી શહેર ખજાનચી, આરીફ તંબોલી શહેર સચિન, વોર્ડ નં. ૧૩ ના પ્રમુખ અતુલ રાઠોડ, વોર્ડ નં. ૧૧ પ્રમુખ સાગર ગોહેલ, વોર્ડ નંબર-૧ ના ઉપપ્રમુખ  વિપુલ કાનાણી, વોર્ડ નં. ૪ ના ઉપપ્રમુખ ડો.વિજય ડી.ભટ્ટી, વોર્ડ નં. ૬ના પ્રમુખ રણમલ શેખાવા, વોર્ડ નંબર-૧પ ના પ્રમુખ રમેશ મકવાણા, વોર્ડ નંઉ ૩ ના પ્રમુખ કિરણ વાઘેલા ઉપસ્‍થિત રહેશે.

પ્રેરણાદાયી ઉપસ્‍થિતિીમાં વિધાનસભા ૬૮ના હોદેદારોમાં વાસુદેવ સોલંકી (પ્રમુખ) શરદ સરૈયા (ઉપપ્રમુખ) જેન્‍તીભાઇ માલકીયા (મહાસચીવ) તથા ભગવાનજીભાઇ બીન (સચીવ) ધીરૂભાઇ વાળા સચીવ, ગૌતમ ખાવડુ સચિવ, ધર્મેશ ચાવડા સચીવ, દિપક મકાવાણા, સંજય પરમાર સચીવ તથા વિધાનસભા ૭૦ના ઉપપ્રમુખ વિક્રમ વોરા તથા વિધાનસભા ૭૧ ના હોદેદારોમાં ભરત સાગઠીયા પ્રમુખ, રાહુલ મકવાણા પ્રભારી, અજય ગમારા ઉપપ્રમુખ તથા રાજુ પરમાર સચીવ ઉપરોકત કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે તેમ માધુભાઇ ગોહેલ (મો.૯રર૮ર ૯૪ર૪ર)ની યાદીમાં જણાવાયું છે.

(4:15 pm IST)