Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

વાઈકિંગ એડ્ના સંદીપ ગોહેલનો આજે જન્મદિન

રાજકોટ,તા.૧૭: જાહેર ખબરની દુનિયામાં છવાયેલ તે વાઈકિંગ એડના સંદીપ ગોહેલનો આજે જન્મદિવસ છે. નાની વયે જ અનેક સિદ્ધિ હાંસલ કરનાર સંદીપ ગોહેલે જાહેર ખબરની દુનિયામાં સૌરાષ્ટ્ર જ નહિ પણ ભારતના અનેક રાજયમાં ચાહના ફેલાવી છે. અનેક કલાયન્ટના સફળ કેમ્પેઈન પુરા કર્યા છે. તેઓ આ વર્ષે પોતાના જીવનસાથી સાથે લગ્નગ્રંથીમાં બંધાવા જઈ રહ્યાં છે. આજે પોતાના જન્મ દિવસની ખુશાલીમાં ચાર નવા સોપાનો શરૂ કરવા જઈ રહ્યાં છે. તેમના કલાયન્ટ તેમને સેન્ડીના નામથી જ ઓળખે છે.

રાજકોટ એડ સર્કલના તેવો છેલ્લા ૧૦ વર્ષથી સભ્ય છે. તેઓ હોર્ડિંગ બિઝનેસમાં પણ અગ્રેસર થયા છે. એક નવું ક્રિસ ડેવલપર તરીકે આલિશાન બંગલોઝનો પ્રથમ પ્રોજેકટ પણ શરૂ કર્યો છે અને આવનારા દિવસોમાં રાજકોટના અનેક નવા વિસ્તારમાં નવા પ્રોજેકટ પણ મુકવા જઈ રહ્યાં છે. ક્રિશ કન્સ્ટ્રકશન, શિવધારા કોર્પોરેશન, ડીઝાઈન એન્ડ પ્રિન્ટીંગ અને ફોરેન એજયુકેશન કાઉન્સેલીંગ સાથે જોડાયેલા છે અને સાથોસાથ અનેક સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલા છે. તેવો રાજકોટ ગોલ્ડ ડીલર્સ અસોસિએશન તેમજ  જેમ્સ એન્ડ જવેલેરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ગોલ્ડ પ્રદર્શનમાં પણ મીડિયા પ્રોમોશન કરી ચુકયા છે. ગોંડલ રોડ પર પેનોરમાં બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા સંદીપ ગોહેલને આજે તેમના જન્મદિવસ પર તેમના મો.૯૭૧૨૯ ૮૧૨૩૮ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.(૩૦.૨)

 

(11:43 am IST)