Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

તાલુકા પંચાયતના પૂર્વ ઉપાધ્યક્ષ વિજય દેસાઇનો કાલે જન્મદિન

રાજકોટ :. રાજકોટ તાલુકાના ભાજપ આગેવાન તથા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિજય દેસાઈનો આવતીકાલે જન્મદિવસ છે. તેઓએ ૪૪માં વર્ષમાં પ્રવેશ કરશે. ખોખડદડના વતની વિજયભાઈ યુવાવયથી ગ્રામ્યજનો તથા ખેડૂતોને લગતી સેવાકીય અને સામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે.

પક્ષમાં મહત્વના હોદા પર સેવા આપી ચુકેલ છે. સૌને સાથે રાખીને આગળ વધવામાં માને છે. બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. તેમની આગેવાનીમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નો યોજાયેલ છે. તેઓએ ખોડલધામ, ભોજલરામ વગેરે ટ્રસ્ટોમાં સેવા આપેલ છે તથા અનેક સેવાકીય ટ્રસ્ટો સાથે સંકળાયેલા છે. પ્રજાહિતને અગ્રેસર રાખીને કામ કરવામાં માને છે.

મો. ૯૮૨૫૦ ૩૨૭૩૧ - રાજકોટ

(12:33 pm IST)