Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

આવતીકાલે નૂતન વર્ષે મેયર બીનાબેન આચાર્યનો જન્મદિન

રાજકોટ તા. ૭ : પ્રજાને મદદરૂપ થવાની ભાવના સદાય હસમુખો ચહેરો તેમજ ખૂબ જ લોકચાહના ધરાવતા મેયર અને વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર શ્રી બિનાબેન જયેન્દ્રભાઇ આચાર્યનો આવતીકાલે તા.૮ના જન્મ દિવસ છે.જાહેર જીવન સાથે વર્ષોથી સંકળાયેલા શ્રી બિનાબેન આચાર્ય રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.રના કોર્પોરેટર તરીકે ચુંટાયેલ ત્યારબાદ નગર પ્રાથમીક શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે અને બાદમાં રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં સભ્યપદ સંભાળેલ.નોંધનિય છે કે હાલમાં તા.૧પ જુનથી તેઓ રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકેની જવાબદારી વહન કરી રહ્યા છે. રાજકોટ શહેર આંતરમાળખાકીય, સામાજિક, સાંસ્કૃતિક સહિતના તમામ ક્ષેત્રોમાં પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે રાજકોટ શહેરનો સર્વાગી વિકાસ થાય તે તેમનું લક્ષ્ય છે.મેયર શ્રી બિનાબેન આચાર્ય (મો.૯૮૯૮ર ૧૧૬૦૬) ને તેમના જન્મદિન નિમિત્તે મિત્રો-શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી છે.

(3:28 pm IST)