Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

રાજકોટ ગ્રામ્યનાં ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાનો જન્મદિન

ખીરસરા, તા., ૫:રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા સક્રિય અને જાગૃત ધારાસભ્યનો આજે જન્મદિવસ છે તેમનો જન્મ પ-૧૧-૧૯૬૯ના રોજ લોધીકા તાલુકાના ખીરસરા ગામે જેઠાભાઇમુળાભાઇ સાગઠીયા તેમજ માતુશ્રી સોમબેનને ત્યાં થયો હતો. યશસ્વી જીવનના ૪૯ વર્ષ પુરા કરી પ૦માં વર્ષમાં પ્રવેશ કરશે. રાજકીય કારકીર્દીની શરૂઆત ભાજપના કાર્યકરથી કરી ૧૬૦૦૦ હજારથી વધુ સભ્ય નોંધણી કરેલ ત્યાર બાદ ખીરસરા ગ્રામ પંચાયતના સરપંચ ત્યાર બાદ લોધીકા તાલુકા પંચાયતના ભાજપ સદસ્ય વિપક્ષ નેતાનું પદ અને ર૦૧૭માં ધારાસભ્યના ઉમેદવાર તરીકે ભાજપના ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવ્યા. તેઓ રાજકારણ અને સમાજ જીવનમાં વર્ષોથી જોડાયેલા છે.

લોકોની વચ્ચે રહે છે. નાનામાં નાના લોકોનું જ કલ્યાણ કરવામાં સતત પ્રયત્ન શીલ રહે છે. મત વિસ્તારના લોકોના કામની ચિંતા કરે છે. અને શાંત સરળ નિખાલસ વ્યકિતત્વના કારણે જ ર૦૧૭ની ગુજરાત વિધાનસભાની રાજકોટ ગ્રામ્ય-૭૧ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે વિજયી થયા મત વિસ્તારના લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહયા.

અને જેવો અજાતશત્રુ તરીકે જાણીતા છે જેઓ ઓછુ બોલવુ અને વધુ કામ કરવામાં માનતા લાખાભાઇ ખુબ જ ઓછા સમયમાં લોકોના હ્ય્દયમાં સ્થાન મેળવી ચુકેલ છે. આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના પરીવારજનો મત વિસ્તારની પ્રજા જનો ખીરસરા ગામના લોકો જન્મદિવસની શુભકામનાઓ શુભેચ્છા આપી રહેલ છે. મો. ૯૮ર૪ર ૩૯ર૪૪.

 

(12:49 pm IST)