Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

પંચાયત મંત્રીના અંગત સચિવ કે.ડી. મોઢાને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ. ગુજરાતના પંચાયત, પર્યાવરણ અને કૃષિ વિભાગના રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના સિનિયર નાયબ સચિવ કક્ષાના અધિકારી શ્રી કિશોર ડી. મોઢાનો જન્મ ૫ નવેમ્બર ૧૯૬૩ના દિવસે થયેલ. આજે ધનતેરસના શુભ દિવસે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૧૯ વર્ષની ઉંમરથી જ સરકારી સેવામાં જોડાયેલા. સાડા ત્રણ દાયકાની ઝળહળતી કારકીર્દિ છે. અગાઉ ગૃહ, નાણા, મહેસુલ, ઉદ્યોગ વિગેરે વિભાગોમાં તેમજ તત્કાલીન નાગરિક પુરવઠા મંત્રી શ્રી છત્રસિંહ મોરીના અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૧૬૯

મો. ૯૯૭૮૪ ૦૫૭૭૯ - ગાંધીનગર

(11:38 am IST)