Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ગોંડલના પત્રકાર નરેશ શેખલીયાનો આજે જન્‍મદિવસ

ગોંડલ,તા. ૧૮:  નીડર અને સમાજ સેવક પત્રકાર નરેશ શેખલીયાનો આજે જન્‍મદિવસ છે.આજે તેઓ ૫૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે.

ગોંડલના દેરડી(કુંભાજી) ગામે ખેડૂત પરિવારમાં જન્‍મેલા નરેશ શેખલીયા છેલ્લા ૨૦ વર્ષ કરતા વધુ સમયથી પ્રિન્‍ટ મિડીયા અને ઈલેક્‍ટ્રીક મિડીયામાં એક નીડર પત્રકાર તરીકે સેવા આપી રહ્યા છે.

હાલમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઈલેક્‍ટ્રીક મિડીયા તેમજ સોશિયલ વેબ મિડીયામાં ગોંડલ,કોટડા સાંગાણી,જેતપુર,ધોરાજી,ઉપલેટા,જામકંડોરણા સહિતના તાલુકાઓમાં ખાનગી ન્‍યુઝ ચેનલની પત્રકાર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.પત્રકારક્ષેત્રે તેમણે કૌંભાડો પણ નીડરતાથી ઉજગાર કર્યા છે.

સમાચારો,સામાજિક સેવા કાર્યોમાં હર હંમેશ અગ્રેસર રહેતા અને બહોળો રાજકીય,સામાજિક અને ઉદ્યોગપતિઓ સાથેનો મિત્ર વર્ગ ધરાવતા નરેશ શેખલીયાને તેમના સમગ્ર પરિવારજનોએ હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવી છે.આજે તેમના ૪૯માં જન્‍મદિવસ નિમિત્તે અનેક લોકો તેમના વોટસએપ મોબાઈલ નંબર-૯૯૦૪૨ ૪૨૦૦૮ અને ૯૪૨૮૪ ૬૫૦૦૫ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે. 

(11:39 am IST)