Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

બાબરાના જાણીતા કવિ લેખક કે.ડી. સેદાણીનો કાલે જન્મદિવસ

રાજકોટ : બાબરાંના જાણીતા કવિ-લેખક અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કે ડી સેદાણીનો શુક્રવાર ૧૪ જાન્યુઆરીના રોજ જન્મદિવસ છે.

H,h,c, (કોમર્સ) સુધી ભણેલા શ્રી સેદાણી એ પ્રાથમિક શિક્ષણ બાબરા ખાતે અને ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ અમરેલી મેળવ્યું હતું. સાહિત્યનો નાનપણથી જ જબરો શોખ તેમના કાવ્યો, ટૂંકી વાર્તાઓ, લેખો, સૌરાષ્ટ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના અગ્રણી અખબારો અને મેગેઝીનોમાં પ્રસિદ્ઘ થતા રહે છે. અંધશ્રદ્ઘા અને જડ રૂઢિઓ માન્યતાઓ વિરૂદ્ઘ ચોટદાર લેખો લખીને સમાજને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છે.

આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી તેમના કાવ્યો, રત્નકણિકાઓ, મુલાકાતો, સાંભળવા મળે છે, છેવાડાના લોકોની યાતનાઓ, મુશ્કેલીઓને વિવિધ અખબારો દ્વારા વાચા આપીને સત્તાાધીશો અને સરકારના કાન આમળતા રહે છે. આ બધી નિસ્વાર્થ પ્રવૃત્ત્િ। માટે તેમને ૨૬મી જાન્યુઆરી ના રોજ તાત્કાલિન તાલુકા મેજિસ્ટ્રેટના હસ્તે, હજારો લોકોની હાજરીમાં 'બાબરા રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

છેલ્લા ત્રણ વર્ષથી પરિવાર સાથે અમદાવાદ વસવાટ કરતા હોવા છતાં વતન બાબરાને જરા પણ ભૂલ્યા વગર બાબરાના લોકોને સામૂહિક કે વ્યકિતગત મુશ્કેલી દૂર કરવામાં નિમિત્ત બની રહ્યા છે.

બાબરા જેવા નાના ગામમાં વસવાટ કરતા હોવા છતાં પણ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ક્રાંતિકારી વિચારો ધરાવે છે, આરસપહાણ, પથ્થરની કે સોનાની મૂર્તિને માનવાને બદલે જીવતાજાગતા દરિદ્રનારાયણની પૂજા કરવાનું વધુ ગમે તેમના બન્ને સન વિવેક અને ચિરાગના જન્મદિવસે કેક કાપવાને બદલે મેમદાવાદ (નેનપુર) વૃદ્ઘાશ્રમ સો જેટલા વડીલોને મિસ્ટ ભોજન કરાવી આઇસ્ક્રીમની મોજ કરાવી હતી.

કે ડી સેદાણીના જન્મદિવસે અનાથ આશ્રમના નાના ભૂલકાઓ તેમજ ઝૂપડપટ્ટીના નાના બાળકો સાથે ભોજન નાસ્તો, અને આઇસ્ક્રીમ ખવડાવીને અનોખી રીતે ઉજવણી કરવાના છે.(મો ૭૬૯૮૧ ૮૫૩૪૩)(

(11:40 am IST)