Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સી.એમ.ઓફીસના ઓ.એસ.ડી. આર.વી.વ્‍યાસનો કાલે જન્‍મદિન

રાજકોટઃ મુખ્‍યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત અધિક કલેકટર શ્રી આર.વી.વ્‍યાસનો જન્‍મ તા. ૯ જાન્‍યુઆરી ૧૯૭૨ના દિવસે થયેલ. આવતીકાલે ૫૧માં વર્ષમાં પ્રવેશ કરશે.  તેઓ હાલ સ્‍વાગત ઓનલાઇન (જનસંપર્ક)ને લગતી કામગીરી સંભાળી રહયા છે.
શ્રી આર.વી.વ્‍યાસ મૂળ ભાવનગરના વતની છે. ભૂતકાળમાં જુનાગઢમાં મામલતદાર, અંજાર, ગાંધીનગર અને વડોદરામાં પ્રાંત અધિકારી, અરવલ્લી જીલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક, રાષ્‍ટ્રીય પોષણ અભિયાનના રાજય મીશન નિયામક વગેરે પદ પર કામગીરી કરી ચુકયા છે.
ફોન નં. ૦૭૯-૨૩૨૩૨૬૦૧, મો.૯૯૨૫૦૧૨૫૮૦. ગાંધીનગર.

 

(12:15 pm IST)