Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કલાસર્જક- દિગ્દર્શક અઝીઝ ઈબ્રાહીમનો જન્મ દિવસ

રાજકોટ,તા.૭: ખ્યાતનામ નાટયકાર અને ફિલ્મ દિગ્દર્શક અઝીઝ ઈબ્રાહીમનો આજે જન્મ દિવસ છે. ૨૦૧૯/૨૦ દરમ્યાન અર્બન ગુજરાતી બે- અર્બન ફિલ્મો તપ અને છેલ્લી પાંચ મીનીટનું શૂટીંગ પૂર્ણ કરી અને એક સાથે બે અર્બન ફિલ્મોનું નિર્માણાધીન કાર્ય સંપન્ન કરેલ છે. આગામી ફેબ્રુઆરી- ૨૦૨૨માં નવી ફિલ્મનું નિર્માણકાર્ય હાલમાં ચાલી રહ્યું છે. ટુંક સમયમાં જ શૂટીંગ શેડયુલ કાર્યરત થવા જઈ રહ્યું છે.

૭ જાન્યુઆરીનાં રોજ સુરેન્દ્રનગર ખાતે જન્મ થયો હતો, મુળ ઝાલાવડના સર્જકે રાજકોટ શહેરને કર્મભુમિ બનાવેલ છે. ત્યારબાદ અનેક નાટકોનું રંગમંચ ઉપર સર્જક કરીને કિર્તીમાન પ્રાપ્ત કરેલ, આકાશવાણી રાજકોટ તથા દુરદર્શન રાજકોટ- અમદાવાદ તથા દિલ્હી ખાતે અનેક ટેલીફિલ્મો દિગ્દર્શન કાર્ય સંભાળેલ હતું, અત્યાર સુધીમાં અઝીઝભાઈએ લગભગ-૫૪ ટેલિફિલ્મો, ૪૭- એકાંતી નાટકો તથા ૧૧- ત્રિઅંકી નાટકોનું લેખન- દિગ્દર્શનનું સુકાન સંભાળેલ છે.

૧૯૮૮માં ગુજરાત કક્ષાનો કલામહર્ષિ એવોર્ડ તથા નાટય ભૂષણની માનદ્દ ઉપાધી પ્રાપ્ત કરેલ, તદ્દઉપરાંત ટેલિફિલ્મ ક્ષેત્રે બે- નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે.

તેમની ટેલિફિલ્મો જનમ જન્માન્તર, ભવોભવ, ચક્રવ્યુહ, અહલ્યા, થોર, ભંવર, એક અંધારી રાત, આંસુના સુરજ, મનદર્પણ, ત્યાગ, તર્પણ, વાસુદેવ પ્યાલો વિગેરેનું લેખન દિગ્દર્શન સંભાળેલ હતું.

નાટકો ચોપગુ, બેશરમ કથાનો નાયક, ચાર દિવાલો વચ્ચેનું ધુમ્મસ, હું વલ્લભ નથી, કોન્ટેકટ લેન્સ, એક પાનખરનું સમણું વસંત ધુમ્મસની આરપાર, છેલ્લી પાંચ મીનીટ સહિત નાટકો રંગમંચ પર ભજવાઈ ચૂકયા છે. મો.૯૩૧૬૩ ૫૯૮૩૩

(4:54 pm IST)