Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

પુર્વ ધારાસભ્ય માધુભાઇ બાબરીયાનો જન્મદિનઃ ૭૬ વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ ભાજપના અને જનસંઘના આગેવાન એવા પૂર્વધારાસભ્યશ્રી માધુભાઇ બાબરીયાનો આજે ૭૬મો જન્મદિવસ છે. તેઓ રાજકોટ ગ્રામ્ય મતવિસ્તારમાં ૧૯૯૦ થી ૧૯૯૫ અને ૧૯૮૮ થી ૨૦૦૨ સુધી ભાજપના ધારાસભ્ય રહી ચુકયા છે. રાજકોટ નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના સભ્ય, પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ/મંત્રી તરીકે પણ રહી ચુકયા છે. તેમના જન્મદિવસે તેમના પરિવારજનો, મિત્રવર્તુળ અને શુભેચ્છકો તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે. મો.૯૮૨૪૧ ૫૨૨૬૦ 

(4:52 pm IST)