Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

શહેર ભાજપ વોર્ડ નં.૩ના પ્રભારી દિનેશ કારીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ શિશુકાળથી રાષ્ટ્રવાદના રંગે રંગાઇ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભાજપની વિચારધારાને આત્મસાત કરનાર શ્રી દિનેશ કારીયા ૧૯૯૦થી પાર્ટીમાં એક અદના કાર્યકર્તા તરીકે સેવા આપી રહયા છે. આજે તેમનો જન્મદિવસ છે. તેઓ શહેર ભાજપના કોષાધ્યક્ષ, મંત્રી, ઉંપપ્રમુખ તેમજ પ્રભારી, ગુજરાત રાજય અન્ન આયોગના ડિરેકટર તેમજ વેસ્ટર્ન રેલ્વે ડિવીઝનમાં ઝેડઆરયુસીસી મેમ્બર તરીકે જવાબદારીઓ સુપેરે નિભાવેલ છે. વોર્ડનં.૩ ભાજપના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી રહયા છે.
ગત વર્ષે ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખપદે, ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટી ટ્રેડર્સ એસોસીએશનના એકઝીકયુટીવ મેમ્બર તરીકે સેવા આપી રહયા છે. તેઓ ૩૫ વર્ષથી ચા ના વેપાર સાથે જોડાયેલા છે. બ્લેક ગોલ્ડ ટી શ્રી વલ્લભ ટી પ્રાઇવેટ લી.ના નામનો ચાના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આજે તેઓ ૫૪ વર્ષ પૂર્ણ કરી ૫૫માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી, ધનશુખભાઇ ભંડેરી, નિતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના અગ્રણીઓ તરફથી દિનેશ કારીયાને જન્મદિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવેલ  છે. મો.૯૬૨૪૦ ૩૫૯૩૫

 

(11:39 am IST)