Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જુનાગઢ બ્રહ્મ યુવા સંગઠનના ટ્રસ્ટી મનીષભાઇ ત્રિવેદીના જન્મદિવસની ઉજવણી

જુનાગઢ, તા., ૪: ફાસ્ટ ફુડની દુનિયામાં મોખરેના વેપારી અગ્રણી અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના ટ્રસ્ટી શ્રી ગોડ મેડલવાડ બ્રહ્મ સમાજના મનીષભાઇ ત્રિવેદીનો ગઇકાલેે ૪૬ મો જન્મદિવસ ઉજવાયો હતો.

સમસ્ત બ્રહ્મસમાજના કોઇ પણ કાર્યમાં તેમજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનમાં તન, મન, ધનથી સહકાર આપી હંમેશા તત્પર રહેતા મનીષભાઇ કેટરર્સનો વ્યવસાય હોવાના નાતે ભોજન પ્રસાદની સેવા પણ તેઓ અવાર નવાર આપે છે. અને સમાજ સેવાના ભેખધારી એવા મનિષભાઇ ત્રિવેદી ૪૬માં વર્ષમાં પ્રવેશ્યા છે. ત્યારે શુભેચ્છકો મો. નં. ૯૯૭૪ર ૦ર૮૧૦  ઉપર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહયા છે.

(2:33 pm IST)