Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભાજપ રાજકોટ શહેર મંત્રી એડવોકેટ ડો.માધવ દવેનો જન્‍મદિન

રાજકોટ, તા., ૨૮: રાજકોટના વરિષ્‍ઠ એડગોકેટ ઉચ્‍ચ શૈક્ષણીક  (LL.M4 M.J.M.C., M.B.A.ph.D.) ડીગ્રીઓ ધરાવતા વરિષ્‍ઠ એડવોકેટ ડો. માધવ દવેનો કાલે રવિવારે જન્‍મદિન ઉજવાયો હતો.

શિશુ અવસ્‍થાથી જ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના પ્રતિબધ્‍ધ કાર્યકર તરીકે સામાજીક જીવનમાં યોગદાન આપીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને જાગૃત રહીને તેમાં પણ પ્રદેશ સુધીની જવાબદારી સંભાળીને હાલમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેર મંત્રી તેમજ રાજકોટ નાગરીક સહકારી બેંકમાં ડાયરેકટર તેમજ પુર્વ હ્યુમન રાઇટસ સેલ પ્રદેશ કન્‍વીનર તેમજ રાજકીય ઉપરાંત અનેક સેવાકીય પ્રવૃતિઓમાં પણ યોગદાન આપી રહયા છે. એનીમલ હેલ્‍પલાઇન, કરૂણા ફાઉન્‍ડેશન, અસ્‍મિતા ફાઉન્‍ડેશન, અભિનવ સોશ્‍યલ ગૃપ, વિવેકાનંદ યુથ કલબ સાથે સંકળાયેલા છે. પુર્વ પોલીસ સલાહકાર સમીતીના સભ્‍ય, પંચનાથ મહાદેવ મંદીર ટ્રસ્‍ટના કાર્યકર્તા, પ્રાણી અત્‍યાચાર નિવારણ સમીતીના ટ્રસ્‍ટી, પુર્વ રાજકોટ શહેર સમસ્‍ત બ્રહ્મસમાજના કારોબારી સદસ્‍ય તેમજ ભાજપ લીગલ સેલ, ભાજપ ચુંટણી સેલમાં કાર્યકરી રહેલા ડો. માધવ દવેનો કાલે જન્‍મદિવસ હતો. ભાજપના વરિષ્‍ઠ આગેવાનો તથા મિત્રોએ શુભેચ્‍છાવર્ષા મો. ૯૮રપ૩ પપ૮૦૭ ઉપર કરી હતી.

(11:45 am IST)