Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

કોળી ઠાકોર સમાજના તરવરીયા યુવાન

રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રભારી ભરત ડાભીનો ૩૦મો જન્મદિવસ

રાજકોટ તા. ૧૩: રાજકોટ શહેર જીલ્લામાં નાનીવયે અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના અગ્રણી તેમજ બેડી ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઇ ડાભીનો રવિવારે ૧૨મીએ ૩૦મો જન્મદિવસ હતો. ભરતભાઇ જય વેલનાથ સમુહ લગ્ન સમિતીના પૂર્વ પ્રમુખ અને વેલનાથ યુવક મંડળના પ્રમુખ છે. રાજકોટ જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી પણ છે અને સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતીના સભ્ય પણ છે. સમાજ અને ગ્રામજનો માટે સતત જાગૃત રહેતાં ભરતભાઇને ગઇકાલે અસંખ્ય શુભેચ્છકો, મિત્રો, રાજકીય આગેવાનો તરફથી (મો. ૯૭૧૨૧ ૬૪૨૦૧) સતત શુભેચ્છાઓ મળી હતી.

(11:52 am IST)