Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

જામનગર, જૂનાગઢ, પોરબંદર વગેરેમાં ફરજ બજાવેલ

પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખને જન્મદિન મુબારક

રાજકોટ : ઉતર ગુજરાતના પાટણના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. કે. પારેખનો જન્મ ૧૯૬૪ ના વર્ષની ૧૩ જાન્યુઆરીએ થયેલ. આજે પ૭માં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. મુળ કચ્છના વતની શ્રી પારેખ ર૦૦૯ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં જામનગરમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર, પોરબંદરમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, વેરાવળ સોમનાથમાં પ્રાંત અધિકારી, જૂનાગઢ નગરપાલિકામાં ચીફ ઓફીસર, ગુજરાત રક્ષા શકિત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, રાજયના રોજગાર અને તાલીમ નિયામક, સુરતના જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી છે.

ફોન નં. ૦ર૭૬૬ -ર૩ર૯૩૬, મો. ૯૯૭૮૪ ૦૬ર૪૩ પાટણ

 

(11:38 am IST)