Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ધન્ય કાલની ઘડી રળિયામણી,રાજુભાઇ બોરીચાના બર્થ ડેની વધામણી

રાજકોટ તા. ૧૧ :.. આવતીકાલે તા. ૧ર જાન્યુઆરીએ શહેર ભાજપ વિધાનસભા ૭૧નાં ઇન્ચાર્જ રાજુભાઇ બોરીચાનો જન્મ દિન છે. ૧ર-૧-૧૯૬૧ ના આકોલવાડી ગીર ખાતે જન્મેલા રાજૂભાઇ આવતીકાલે તેઓની સફળ અને ખંતીલી જીવન યાત્રાનાં ૬૦ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. રાજૂભાઇએ યુવા ભાજપનાં વોર્ડ પ્રમુખ તરીકે રાજકીય કારકીર્દી શરૂ કરી હતી. અને મવડી ગ્રામ પંચાયતમાં તેઓ ૧ ટર્મ સુધી વિપક્ષી નેતાપદે રહી ચૂકયા હતાં.

ત્યારબાદ રાજકોટ મહાનગર પાલિકામાં સતત ૩ ટર્મ એટલે કે ૧પ વર્ષ સુધી કોર્પોરેટર તરીકે પ્રજાની સેવામાં રહ્યા હતાં. દરમિયાન રાજૂભાઇએ વોટર વર્કસ ચેરમેન, બાંધકામ ચેરમેન, અને ૬ વર્ષ સુધી સ્ટેન્ડીંગ કમીટીનાં સભ્ય તરીકે તેમજ દોઢ વર્ષ સુધી શાસક પક્ષનાં નેતા સહિતની ફરજો સફળતા પૂર્વક નિભાવી ખેતી-વાડી ત્થા ઇલેકટ્રોનિક અને ટ્રાવેલનાં વ્યવસાયમાં સતત કાર્યરત હોવા છતાં રાજૂભાઇ જયોતિ કલબ અને જયોતિ ક્રેડીટ સોસાયટીનાં ચેરમેન તરીકે ફરજ બજાવી સામાજીક સંસ્થાઓમાં પણ સક્રિય છે. આમ સરળ સ્વભાવનાં રાજૂભાઇ બોરીચાનાં જન્મદિન પ્રસંગો મિત્રો-શુભેચ્છકો દ્વારા જન્મદિનની વધામણી આપવામાં આવી રહી છે. (સંપર્ક મો. ૯૬ર૪૦ ૩૯૩૯પ)

(3:26 pm IST)
  • ભાજપને વિદેશી ભંડોળ મેળવવા અને કાળાનાણાને સફેદ બનાવામાં મદદ કરનારાઓને નાગરિકતા આપવામાં આવી રહી છે : મમતા બૅનર્જીનો આક્ષેપ access_time 9:00 pm IST

  • સ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST

  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST