Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

નરેન્દ્રબાપુના અલાયદા આકાશમાં પ્રગતિશીલ પતંગઃ કાલે જન્મદિન

શકિતની ફીરકીમાં ભકિતનો દોરો, આત્મવિશ્વાસના કાના

સાર્વજનિક જીવનમાં દાયકાઓથી જામેલા અને ગમેલા નરેન્દ્રભાઈ સોલંકી માટે આજે રાતના ૧૨ના ટકોરે જીવનના વધુ એક નવા વર્ષનો પ્રારંભ થશે. તેમનો જન્મ ૧૯૬૪ વર્ષની ૧૨ જાન્યુઆરીએ થયેલ. કાલે તેમના જીવનના ૫૭માં વર્ષનું પ્રથમ પ્રભાત ઉગશે.

ચોટીલા પાસેના સુવિખ્યાત ધર્મસ્થાન શ્રી આપાગીગાના ઓટલાના મહંત બન્યા પછી નરેન્દ્રબાપુ તરીકે ઓળખાતા અને વખણાતા શ્રી સોલંકી વર્ષોથી શ્રી ગુર્જર ક્ષત્રીય કડિયા સમાજ રાજકોટ સમસ્તના પ્રમુખ છે. ૪ ટર્મ ગાયત્રીનગર વિસ્તારમાંથી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા. કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન અને નાયબ મેયર તરીકે રહી ચૂકયા છે. હાલ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ અને રાજ્ય સરકારના આર્થિક પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન છે. નિઃશુલ્ક ચોપડા વિતરણ જેવી પ્રવૃતિ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની છે. શ્રી આપાગીગાના ઓટલે કેલેન્ડરના પાના કે ઘડીયાલના કાંટા સામે જોયા વગર મુલાકાતીઓ માટે અપાતી રહેવા-જમવાની સુવિધા તેમની સેવાક્ષેત્રની યશકલગીનું છોગુ છે. ગુરૂ પૂજ્ય શ્રી જીવરાજબાપુના આશીર્વાદ તેમના પર અવિરત છે.

નરેન્દ્રબાપુએ શકિતની ફીરકીમાં ભકિતનો દોરો વીટી પ્રગતિની પતંગમાં આત્મવિશ્વાસના કાના બાંધ્યા છે. જાહેર જીવનમાં તેમનું આકાશ જાણે અલાયદુ છે. સ્થાનિક રાજકારણમાં દેખીતા તેની ભૂમિકા દોરાના 'લચ્છા' જેટલી છે પણ પ્રદેશ કક્ષાએ સબંધોની આખી 'ફીરકી' વીટીને રાખી છે. 'પેચ' લગાવવાનો હોય ત્યારે 'રંગ' બદલેલા દોરાનો ઉપયોગ કરીને જરૂર મુજબ 'ઢીલ' મૂકી શકે છે અને ખેંચી પણ શકે છે. અનેકના હૃદયમાં ધબકતા હોઈએ ત્યારે કદાચ અમૂકની આંખોમાં ખટકવાની પણ મજા ઓર હોય છે. આવતીકાલના જન્મદિન નિમિતે આજથી જ તેમનો ફોન રણકવા લાગ્યો છે. 'હેપ્પી બર્થ ડે...'   મો. ૯૮૨૪૨ ૧૦૫૨૮ - રાજકોટ

(11:32 am IST)