Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલી ક્રિષ્નાને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અને રાજ્યન સચિવ (આઈ.એ.એસ. ૧૯૯૮) શ્રી એસ. મુરલીક્રિષ્નાનો જન્મ તા. ૧૦ જાન્યુઆરી ૧૯૬૫ના દિવસે થયેલ. આજે છપ્પનમાં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મૂળ આંધ્રપ્રદેશના વતની છે. અગાઉ ખેડા અને ભરૂચમાં જિલ્લા કલેકટર, શહેરી વિકાસ કંપનીમાં મેનેજીંગ ડીરેકટર, શહેરી વિકાસ વિભાગમાં અધિક સચિવ, ચૂંટણી પંચમાં અધિક મુખ્ય ચૂંટણી અધિકારી, શહેરી વિકાસ મિશન અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીમાં અધિક મુખ્ય વહીવટી અધિકારી, કૃષિ સહકારમાં સચિવ વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૩૮૧,

મો. ૯૯૭૮૪ ૪૧૫૯૦ - ગાંધીનગર

(12:59 pm IST)