Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

વિજ્ઞાપન ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર મહેશ નથવાણીનો આજે જન્મદિવસઃ ૬૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : સૌરાષ્ટ્ર ગુજરાતના પ્રિન્ટ મીડિયામાં વિજ્ઞાપન ક્ષેત્રે ક્રાંતિ અને નવા યુગના મંડાણ કરવાનું બહુમાન જેમને પ્રાપ્ત થયું છે એવા મહેશ નથવાણી એમની જીવન યાત્રાના ૬૬ વર્ષ પૂર્ણ કરી આજે ૬૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. બહુમુખી પ્રતિભા ધરાવતા મહેશભાઈએ કઠોર પરિશ્રમ અને સાહસ વડે કલ્પનાતીત સફળતા હાંસિલ કરી હતી.૧૯૮૦ના દાયકામાં વિજ્ઞાપન ક્ષેત્ર જયારે હજુ જૂની ઘરેડમાંથી બહાર નહોતું આવ્યું ત્યારે મહેશભાઈ તદ્દન નવા અને અર્થસભર કન્સેપ્ટ સાથે મેદાને પડ્યા હતા.તેમણે સપ્પી પબ્લિસિટી ના નામે જાહેરખબરની એજન્સી શરૂ કરી અને જાહેરખબર ક્ષેત્રે નવા યુગના મંડાણ કર્યા.

મહેશભાઈ સમયથી આગળનું વિચારતા હતા. તેમણે તેમની એજન્સીમાં બેસ્ટ કવોલિફાઇડ પ્રોફેશનલ્સ ને નિમણુંક કર્યા. ડિઝાઇન,લે આઉટ,કોપી રાઇટિંગ અને માર્કેટ અનાલિસ્ટની એમની ટીમ દ્વારા તૈયાર થતી જાહેર ખબરો બધાથી અલગ ભાત પડનારી બની રહી.અને ટૂંક સમયમાં તેમને વિજ્ઞાપન ક્ષેત્રના બેતાજ બદશાહનું બિરૂદ પ્રાપ્ત થયું. એમના કલાયન્ટ વર્ગની સંખ્યા વધતી જ ગઈ. વ્યાપાર, વિનિમય, ઉદ્યોગ, મનોરંજન, ફાઇનાન્સ એવા દરેક ક્ષેત્રના ટોચના માંધાતાઓનો સપ્પી પબ્લિસિટીના કલાઇન્ટેજ માં સમાવેશ થતો હતો.સપ્પી પબ્લિસિટીની આ સફળતાથી પ્રેરાઈને ત્યારબાદ રાજકોટ-સૌરાષ્ટ્રમાં બીજી અનેક જાહેર ખબર એજન્સીઓ અસ્તિત્વમાં આવી અને એ રીતે વિજ્ઞાપન ક્ષેત્રનો અનેરો વિકાસ થયો.

મહેશ નથવાણી એ ફુલછાબમાં પણ જાહેર ખબર અને માર્કેટિંગ વિભાગમાં ઉચ્ચ અધિકારી તરીકે સેવાઓ બજાવી હતી. વિજ્ઞાપન ક્ષેત્રે સફળતાનાં સર્વોચ્ચ શિખર સર કરનાર મહેશભાઈ એ ક્ષેત્રના તમામ નવાંગતુકો માટે પ્રેરણા સમાન બની રહ્યા.આજે પણએ ક્ષેત્રના અનેક લોકોને તેમની સલાહ તથા માર્ગદર્શનનો લાભ મળી રહ્યો છે.

મહેશભાઈ હાલમાં તેમના ધર્મપત્ની,સંતાનો તથા પરિવાર સાથે નિવૃત જીવન માણી રહ્યા છે. અને સેવા પૂજા તથા અનાથ આશ્રમો, વૃદ્ઘાશ્રમો અને હોસ્પિટલમાં યથાશકિત દાન ધર્માદો સેવા કરી જીવન સાર્થક કરી રહ્યા છે. બહોળો મિત્ર વર્ગ ધરાવતા મહેશભાઈ (મો.: ૯૯૦૯૭૧૭૩૦૭) ઉપર આજે એમના જન્મદિવસ શુભેચ્છાની વર્ષા થઈ રહી છે.

(12:59 pm IST)