Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જુનાગઢના વાઇલ્ડ લાઇફ સિનેમેટોગ્રાફર - ટીવી જર્નાલીસ્ટ હનીફ ખોખરનો જન્મદિન

જુનાગઢ તા.૯ :  જુનાગઢના વાઇલ્ડ લાઇફ સિનેમેટોગ્રાફર અને ટીવી જર્નાલિસ્ટ હનીફ ખોખરનો આજે જન્મદિવસ છે.

ટેલીવીઝન પત્રકાર હનીફ ખોખર ૧પ વર્ષના હતા. ત્યારે બગસરામાં રહીને ગુજરાત, ભારત, અને વિશ્વના દેશોના રેડિયો સાંભળવાનો શોખ હતો. ત્યારે તેમણે નકકી કર્યુ કે તે સમાચારોની દુનિયા સાથે જોડાશે. તેમનું સપનુ ર૦૦૧માં સાકાર થયુ હતુ. તે ટેલીવીઝન જર્નાલિસ્ટ બની ગયા હતા. આમ તો તેઓ મુળ કુતિયાણાના ખોખર રજવાડા સાથે જોડાયેલા અને તેમનું કુટુંબ જુનાગઢના નવાબ કુટુંબ સાથે જોડાયેલ હતુ. ત્યારે ગીરના જંગલની રખેવાળી કુતિયાણાના ખોખર પરિવારના મોભી બુઢ ખોખર અને ફરીદ ખોખર ફોરેસ્ટ ઓફિસર તરીકે સિંહ અને ગીરના જંગલની જવાબદારીઓ સંભાળતા હતા અને તે વખતે જ સિંહના શિકારને બંધ કરાવવા માટે નવાબ મહાબતખાનજીને જણાવાયું હતુ. તે માત્ર ૧૧ સિંહો જ બચ્યા છે. અને નવાબે ખોખર બંધુઓની સલાહ માનીને સિંહના શીખર ઉપર પ્રતિબંધ મુકયો હતો. હનીફ ખોખરના પિતા રહીમ ખોખર બગસરામાં રોયલ ફેમિલી માટે ફોટોગ્રાફી કરતા હતા.

૧૯૮૮થી અકિલા અને ફુલછાબ જેવા સૌરાષ્ટ્રના મોટા છાપાઓમાં પ્રેસ ફોટોગ્રાફર તરીકે કામ કર્યુ હતુ.

વનવિભાગની ઘણી ડોકયુમેન્ટરી ફિલ્મો બનાવી છે. પ૦ જેટલી દેશની અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કર્યુ છે. હજુ પણ થોડી સંસ્થાઓ સાથે કામ કરૂ છે. ડિસ્કવરી અને નેશનલ જિયોગ્રાફિક ટીવી ચેનલ પણ ડોકયુમેન્ટરીમાં તેના ફુટેજનો ઉપયોગ કરે છે.

આજે હનીફ ખોખરનો જન્મદિવસ છે ત્યારે તેમના મિત્રો અને શુભેચ્છકો દ્વારા મો.૯૪ર૬૪ પ૭ર૬૪ અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(1:21 pm IST)
  • અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના છાત્રાલયો માં પ્રવેશ કરવા માટે યુપી પોલીસ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા નું નક્કી કર્યું છે. પોલીસે યુનિવર્સિટીમાં પ્રવેશ કરીને તેમને અપાયેલા આદેશનું ઉલ્લંઘન કર્યું છે : અલીગઢ મુસ્લિમ યુનિ.ના વા.ચાન્સેલરની જાહેરાત access_time 10:12 pm IST

  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયાઃ કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ જાહેર કર્યું છે કે કેરળમાં થી ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:51 am IST

  • ભુજના બેન્ટોનાઈટ કંપનીના ડાયરેક્ટરને આરટીઆઇ દ્વારા પરેશાન કરી 3 લાખની માંગણી કરનાર યુવા આગેવાન મયુર મહેશ્વરી (રે.ટૂંડા.તા.માંડવી)ને જ્યુબિલી સર્કલ પાસે આવેલ પાંઉભાજીની રેસ્ટોરન્ટ ખાતે ૩ લાખની રકમ પૈકી ૫૦ હજાર રૂપિયા રોકડા લેતા ભુજ બી ડિવિઝન પોલીસે રંગે હાથ પકડ્યો છે access_time 11:04 pm IST