Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ગીરસોમનાથ જીલ્લા આઇ.ટી સેલનાં કન્વિનર કુલદીપસિંહ ડોડીયાનો જન્મદિવસ

પ્રભાસ પાટણ તા ૭ ગીરસોમનાથ જીલ્લા યુવા ભાજપનાં કન્વિનર અને ભારતીય જનતા પાર્ટીનાં સક્રીય કાર્યકરઙ્ગ અને રાષ્ટ શકિત એકતા મંચના આઈ.ટી.મેનેજમેન્ટ વિભાગનાં સોમનાથ જીલ્લા પ્રમુખ કુલદીપસિંહ ડોડીયા નો આજે જન્મદિવસ છે.તેઓ ૮ ફેબ્રુઆરી ૧૯૯૦ વેરાવળ તા.નાં ભેટાળી ગામમાં તેમનો જન્મ થયો હતો પહેલા થી તેવો રાષ્ટહિત ની વિસાર ધારા ધરાવે છે સોશિયલ મિડિયા નાં માધ્યમથી ૩૫૦૦૦ હજાર મિત્રો બનાવી અને પોતાની આગવી ઓળખ બનાવી અને રાજકીય ક્ષેત્રે પણ તેવોની અહમ ભુમીકા રહી છે.

વેરાવળ તાલુકાની જીલ્લા પંચાયત ની ચુટણીઓમાં પણ યુવાનોને સાથે રાખીને તેવોની આગવી ભુમિકા રહી ત્યાર બાદ ભારતીય જનતા પાટીં દ્વારા વેરાવળ વિધાનસભા નાં આઈ.ટી.સેલ નાં કો.કન્વિનર બનાવાયા અને ત્રણ મહિના બાદ પાટી દ્રારા તેવો ને ભારતીય જનતા યુવા મોરચા નાં ગીરસોમનાથ જીલ્લાના કન્વિનર તરીકે જવાબદારી સોંપવામાં આવી ત્યાબાદ તેવોને વેરાવળ તાલુકા ભાજપ દ્વારા તા.પં નાં શકિત કેન્દ્ર નાં ઈન્ચાર્જ બનાવામાં આવ્યા.ત્યાર બાદ યુવા ભાજપ દ્વારા સંગઠન પર્વ નાં ઈચાર્જ તરીકે સુત્રાપાડા તાલુકાના ઈન્ચાર્જ તરીકેની જવાબદારી સોપવામાં આવી. મિત્રો શુભેચ્છકો તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી રહેલ છે.

(11:40 am IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST

  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયાઃ કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ જાહેર કર્યું છે કે કેરળમાં થી ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:51 am IST

  • અમને આશા છે કે બેઠકમાં સન્માન જનક હિસ્સો મળશે અને કોંગ્રેસ સાથે જોડાણ કરીશું: બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ access_time 10:12 pm IST