Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

છેલ્લા રપ વર્ષથી પ્રસિદ્ધ થતા ખાંટ રાજપૂત જ્ઞાતિના માસિક 'ધર્મવાણી'ના તંત્રી રામજીભાઇ એસ. મોરબીયા નો આજે જન્મદિવસ : ૭૪ પૂર્ણ, ૭પ મું બેઠું

રાજકોટ તા. ૮: નાની વયે અખબારી જગતમાં પ્રવેશ કરનાર અને આજે પણ સતત યોગદાન આપતા રામજીભાઇ સવજીભાઇ મોરબીયાનો આજે જન્મદિવસ છે. રામજીભાઇનો જન્મ તા. ૮-૧-૧૯૪૬ ના રોજ થયેલ હતો. તેઓએ ૧૯પ૮ માં ૧ર વર્ષની ઉંમરે રાજકોટના ''જય સૌરાષ્ટ્ર પ્રિન્ટીંગ પ્રેસ'' (હાલમાં અકિલા) માં સ્વ. બાબુભાઇ ગણાત્રાની દેખરેખ નીચે પ્રેસ લાઇનની શરૂઆત કરી ઘણા વર્ષો સુધી કામ કર્યું. આઠેક વર્ષ સુધી 'જલારામ જયોત'માં કામ કર્યું. ઇરીગેશન અને આર.ટી.ઓ.માં સરકારી નોકરી પણ કરી. ત્યારબાદ રાજકોટમાં ''મોરબીયા પ્રિન્ટર્સ'' નામથી પ્રેસની શરૂઆત કરી હતી. હાલમાં ખાંટ રાજપૂત સમાજનું માસિક મેગેઝીન ''ધર્મવાણી'' ચલાવે છે. આજે તેઓના જન્મદિને વિશાળ મિત્ર વર્તુળ-શુભેચ્છકો તેમનાં (મો. ૯૪ર૬૯ ૬૭૯૬૭) પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:05 pm IST)
  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST

  • અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના છાત્રાલયો માં પ્રવેશ કરવા માટે યુપી પોલીસ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા નું નક્કી કર્યું છે. પોલીસે યુનિવર્સિટીમાં પ્રવેશ કરીને તેમને અપાયેલા આદેશનું ઉલ્લંઘન કર્યું છે : અલીગઢ મુસ્લિમ યુનિ.ના વા.ચાન્સેલરની જાહેરાત access_time 10:12 pm IST

  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST